Business

રેપાપોર્ટે રશિયાની ડાયમંડ કંપનીઓને સસ્પેન્ડ કરી દેતાં સુરતના હીરા ઉદ્યોગ પર પડશે આવી અસર

સુરત : છેલ્લા અઢાર દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (RussiaUkraineWar) ચાલી રહ્યું છે. જેમાં અમેરિકા (America) અને પશ્વિમી દેશોએ રશિયા પર જુદા જુદા પ્રકારના આર્થિક પ્રતિબંધ (Ban) લાદી દીધા છે. બે દિવસ પહેલા જ ડ્યુએશ બેંકે તેનો તમામ વેપાર રશિયામાં બંધ કર્યા બાદ બુધવારે રેપાપોર્ટે (Rapaport) રેપાનેટ ઉપરથી રશિયાની તમામ હીરા કંપનીને સસ્પેન્ડ કરી દીધી છે.

રેપાપોર્ટ ગ્રુપે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે રશિયા પર અમેરિકાએ મુકેલા પ્રતિબંધોને સમર્થન આપીએ છીએ અને યુક્રેન રશિયા યુદ્ધનો વિરોધ કરી શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. આ ગ્રુપે રેપનેટ ઉપરથી રશિયાની તમામ હીરા કંપનીઓને સસ્પેન્ડ કરી દીધી છે. હવે આ ગ્રુપ રશિયન કંપનીઓ સાથે કોઈપણ વેપાર અથવા પ્રમોશનલ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેશે નહીં. વધુમાં આગામી સમયમાં વધારાના પ્રતિબંધો, નિયમો અને સ્પષ્ટતાઓ જાહેર કરવામાં આવી શકે છે. આગામી સમયમાં રેપનેટ એક એવી સુવિધા વિકસાવશે કે જ્યાં સભ્યો હીરાના રફ સ્ત્રોત અંગે માહીતી આપી શકશે.

જેમાં કેનેડાની ખાણમાથી ઉત્પાદીત રફમાંથી તૈયાર કરવામાં આવેલા હીરા માટે K શબ્દ જ્યારે રશિયન મૂળના હીરા માટે “R” શબ્દ ચિહ્નિત કરવાની સગવડ હશે. આ સ્થિતિની સુરતના હીરા ઉદ્યોગ ઉપર પણ અસર પહોંચવાની શક્યતા નકારી શકાય તેમ નથી. કારણ કે સુરત યુરોપમાં આવેલા એન્ટવર્પ અને રશિયા સાથે હીરાના વેપાર સંદર્ભે સીધી રીતે સંકળાયેલું છે. પાંચ દિવસ પહેલાં જ યુએસ રાષ્ટ્રપતિએ યુએસમાં રશિયન હીરાની આયાત પર પ્રતિબંધ મૂકતો એક કાર્યકારી આદેશ જાહેર કર્યો છે.

અમેરિકાના જ્વેલરી ઉદ્યોગને કાયદાકીય શિક્ષણ અને અનુપાલન માર્ગદર્શન આપતી સંસ્થા જ્વેલર્સ વિજિલન્સ કમિટીએ કહ્યુ છે કે ઑફિસ ઑફ ફોરેન એસેટ્સ કંટ્રોલ દ્વારા રશિયાના રફ હીરાની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે અહીં સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે, રશિયામાંથી રફ હીરાની આયાત કરી તેને અન્ય દેશમાં તૈયાર કરવામાં આવ્યા હોય તો તેના પર અમેરિકાએ લાદેલા પ્રતિબંધ લાગુ પડતા નથી. રશિયાના રફ હીરામાથી ભારત સહીત અન્ય દેશોમાં પોલિશ્ડ થયેલા માલની આયાત પર પ્રતિબંધનો વિસ્તાર થતો નથી.જેથી રશિયાના રફ હીરા માંથી બીજા દેશમાં પોલિશ્ડ થયેલા હીરાની અમેરીકામાં આયાત હાલમાં કાયદેસર છે.

Most Popular

To Top