Business

સુરતની જાણીતી સુમુલ ડેરી હવે ગોવા-મુંબઇમાં પોતાની માલિકીનો ડેરી પ્લાન્ટ શરૂ કરશે

કોરોના સંક્રમણને લીધે સુમુલના ઇતિહાસમાં 69મી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલ-ઓનલાઇન સુમુલડેરીના ઓડિટોરિયમ ખાતે યોજાઇ હતી. સામાન્ય સભાના એજન્ડા પ્રમાણે ફેડરેશનના સહયોગ સાથે સુમુલના વ્યવસ્થાપક બોર્ડે સુમુલ ડેરી ગોવા અને મુંબઇમાં માલિકીનો ડેરી પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગોવામાં અત્યારે 80 હજાર લીટર ક્ષમતાવાળો ભાડાનો પ્લાન્ટ ચાલે છે, માલિકીના પ્લાન્ટ પછી બે લાખ લીટરની ક્ષમતા કરાશે જ્યારે મુંબઇમાં 3 લાખ લીટરની ક્ષમતાવાળો પ્લાન્ટ શરૂ કરાશે. તે ઉપરાંત નાણાકીય વર્ષ 2015-16 દરમિયાન નાબાર્ડ દ્વારા અચાનક બંધ કરવામાં આવેલી ડીઇડીએસ સ્કીમની સબસીડીના સાડા સાત કરોડ દૂધ મંડળીઓને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે દૂધ મંડળીઓ સભાસદોને ટ્રાન્સફર કરશે. આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને મોટી રાહત મળશે.

સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રોજનું 20 લાખ લીટર દૂધ ઉત્પાદન અને સંપાદન કરવા માટેનો આયોજન કરવામાં આવ્યું છે. સુમુલ સાથે સુરત અને તાપી જિલ્લાના ૨.૫૦ લાખ પશુપાલકો જોડાયેલા છે. સુમુલ દરરોજ ગામડાનાં પશુપાલકોને છ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવે છે. સુમુલ તરફથી આવનારા સમયમાં પશુઉછેર પ્રોજેકટ, પશુપાલકો સુમુલનું જ પશુઆહાર વાપવાનો આગ્રહ રાખે, ઘણી દૂધ મડળીઓના મંત્રીઓ પોતે હિસાબો લખતાં નથી અને અન્ય પાસે લખાવે છે. એનાં સ્થાને હવે કોમ્યુટરરાઈઝ હિસાબ લખવા પડશે. સહકારી ઓડિટરો ઓડિટ કરે છે પરંતુ હવે દર ત્રણ મહિને સુમુલ ડેરીના ઓડિટર ઓડિટ કરશે. ત્યારબાદ સહકારી ઓડિટરો ઓડિટ કરશે.

સુમુલ ડેરીએ હાલમાં વીસ લાખ લીટર દૂધની ક્ષમતા ધરાવતી વ્યવસ્થા કરી દીધી છે. સુમુલ ડેરી કમાવવા માટે નથી પરંતુ સભાસદો માટે છે. એમણે સુમુલના વિવિધ પ્રોજેક્ટો અને ભાવિ યોજનાઓ અને પશુપાલકોને હિતમાં જે નિર્ણયો લેવાયા છે એની વિસ્તૃત માહિતી અપાઈ હતી કે ત્રણ દિવસ અગાઉ ખાસ કોઈ પ્રશ્ન આવ્યા ન હોય એટલે ચર્ચા કરાઇ ન હતી. કુલ 15 જેટલાં એજન્ડા હતા. આ તમામ એજન્ડાઓને ઇન્ચાર્જ એમ.ડી. પુરોહિતેએ વાંચનમાં લીધા હતા. જે તમામને સર્વાનુમતે મંજુર કરી પસાર કરવામાં આવ્યા હતા. પશુપાલકો તરફથી જે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા તેનાં સંતોષ કારક જવાબો પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠકે આપ્યા હતા.

——–બોક્સ———–
સુરત જિલ્લા જેવું સહકારી સંગઠન ક્યાંય નથી: રમણ જાની

સામાન્ય સભામાં હાજર રહેલા સુરત એપીએમસીના ચેરમેન રમણ પટેલ(જાની)એ જણાવ્યું હતું કે ડેરીના ખુબજ જાગૃત સભાસદોએ ઓનલાઇન સાધારણ સભામાં ભાગ લીધો એ સહકારી ક્ષેત્ર માટે આનંદની વાત છે. સુરત જિલ્લાના સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ અને સહકારી સંઘના પ્રમુખ ભીખા પટેલે જણાવ્યું હતું કે હાલમાં સહકારી ક્ષેત્રના હોદ્દેદારો સરકાર અને સંગઠનમાં સારા હોદ્દાઓ ધરાવે છે. તેનો લાભ છેવાડાના સભાસદોને મળવો જોઇએ. સુરત જિલ્લા જેવુ સહકારી સંગઠન અને માળખુ બીજે ક્યાંય જોવા મળે એમ નથી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અને સુમુલ ડેરીના ડિરેક્ટર સંદીપ દેસાઇ, પલસાણાના ડિરેક્ટર ભરતસિંહ સોલંકી ઓલપાડના જયેશ એન પટેલ(દેલાડ) સહિતના ડિરેક્ટરોએ સુરત ખાતે તથા અન્ય ડિરેક્ટરો તાલુકા મથકોએ પ્રતિનિધિઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. કોવિડ-19ની તમામ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું. સાધારણ સભા પુરી થયા પછી દૂધ મંડળીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ અર્પણ કરાયા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top