Gujarat Main

સલામત મુસાફરી માટે જીએસઆરટીસીને મળ્યો વધુ એક એવોર્ડ

ગાંધીનગર (Gandhinagar): સ્વછતા, વિકાસ અને GDP માં ફાળો જેવી અનેક બાબતોમાં ગુજરાત (Gujarat) મોખરે છે. આજે ગુજરાત રાજ્યની સિદ્ધિઓમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઇ છે. GSRTCને સતત ત્રીજી વખત સલામત બસ સેવાનો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય ( Ministry of Road Transport and Highways- MoRTH) દ્વારા આપવામાં આવ્યો છે. 18 જાન્યુઆરીએ દિલ્હીમાં એવોર્ડ એનાયત કરાશે. આ એવોર્ડ સાથે ગુજરાત ST નિગમને બે લાખનું ઇનામ પણ આપવામાં આવશે.

એક સર્વે મુંજબ રાજ્યમાં 1 લાખ કિલોમીટરે થતા અકસ્માતનું પ્રમાણ 0.06% રહ્યું છે. ગુજરાતની ST બસોમાં દરરોજ 25 લાખ જેટલા મુસાફરો પ્રવાસ કરે છે. અને પ્રતિદિન 34 લાખ જેટલું કિલોમીટર કાપે છે. ગુજરાતના ST વિભાગને એવોર્ડની જાહેરાત કરાતા જ ST વિભાગે ST અમારી-સલામત સવારીના સૂત્રને સાર્થક કર્યું હોય તેવું લાગી રહ્યું છે. એટલે જ 1 લાખ કિલોમીટરે ઓછામાં ઓછા અકસ્માતથી સંચાલન કરીને 7500 ફલીટ સર્વિસની કક્ષામાં રાજ્યના ST વિભાગે આ એવોર્ડ મેળવ્યો છે. નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં એટલે કે, 2009-10થી 2019-2020 રાજ્યમાં ST બસનું અકસ્માતનું પ્રમાણ 0.11%થી ઘટીને 0.06% થયું છે.

વર્ષ 2018-19માં ગુજરાતના ST વિભાગને રોડ સેફટી એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ 2019-20માં પણ ગુજરાતને આ એવોર્ડ મળ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા સરકારના અલગ-અલગ વિભાગો પર સીધી દેખરેખ રાખવામાં આવે છે. આ સાથે જ ઓવર સ્પીડ બસની માહિતી મળતા જ CM ડેશબોર્ડ દ્વારા તેને નોટિસ મોકલવામાં આવે છે.

કોરોનાની મહામારી વચ્ચે ST વિભાગના કર્મચારીઓએ માર્ચ 2020થી ઓક્ટોબર 2020ના સમયમાં 22,953 ટ્રીપ કરી હતી અને લગભગ 6.99 લાખ કેટલા શ્રમિકોને સલામત રીતે સ્ટેશન પહોંચાડ્યા હતા. કોરોનાની મહામારી વચ્ચે કોરોના વોરિયર્સ કર્મચારીઓને પણ ST વિભાગ દ્વારા અવિરત સેવા આપવામાં આવી છે. ગુજરાત ST કોર્પોરેશનામાં સલામતી માટે માસ્ટર ટ્રેનરની નિમણૂક કરવામાં આવી છે. ડ્રાઇવરોની દ્રષ્ટિ, બ્લડ પ્રેશર અને સુગર લેવલની પણ નિયમિત રીતે તબીબી તપાસ કરવામાં આવે છે.

સતત ત્રીજા વાર ગુજરાત ST વિભાગને સલામત બસ સેવાનો એવોર્ડ મળતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani), પરિવહન મંત્રી આર.સી. ફળદુ અને રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પરમારે ST વિભાગના કર્મચારીઓને શુભેચ્છા પાઠવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top