SURAT

મંદીના માહોલ છતાં સુરતવાસીઓએ રામજન્મભૂમિ માટે ઝોળી છલકાવી, 17 કરોડનું દાન

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્યાતિ ભવ્ય શ્રી રામ ભગવાનના નિર્માણાધીન મંદિર માટે 15મી તારીખથી નિધીસલંગ્રહ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આગામી તારીખ 27મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ અભિયાનનો રાજયભરમાં પ્રારંભ થયો હતો. સુરત ખાતે પાર્લે પોઈન્ટ સ્થિત પ્લેટિનયમ પ્લાઝા સ્થિત સંસ્થાના કાર્યાલયમાં ભાજપના નેતાઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના આગેવાનો અને ઉધોગપતિઓ હાજર રહ્યા હતા.

રામજન્મભૂમિની નિધી માટે પ્રથમ દિવસે જ દાતાઓ વરસી પડ્યા હોય એક જ દિવસમાં કુલ 21 કરોડનુ દાન મળ્યું હતું. જેમાં સુરતના દાતાઓએ જ 17 કરોડનું દાન આપીને ફરી એકવાર સુરતનો ડંકો વગાડયો હતો. શ્રી રામ મંદિર નિધી સર્મપણ સમિતિના પ્રદેશ પ્રમુખ ગોવિંદભાઇ ધોળકીયાએ 11 કરોડનું દાન આપ્યું હતું, તો સુરતના બીજા દાનવીર કલરટેક્ષવાળા જેન્તિભાઇ કબુતરવાલાએ પાંચ કરોડ અને બિલ્ડર લવજી બાદશાહે એક કરોડ આપીને શરૂઆત કરી હતી. સુરત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત RSS ગુજરાત પ્રાંત કાર્યવાહ યશવંતભાઈ ચૌધરી જણાવ્યું કે રામજન્મભૂમિ માટેના 500 વર્ષનાં સંઘર્ષમાં 75 થી વધુ લડાઈઓ થઈ અને અનેક લોકોએ બલિદાન આપ્યા. દરેક પેઢીઓએ આના માટે સંઘર્ષ કર્યો હતો.

અગ્રણી દાતાઓ

ગોવિંદભાઇ ધોળકિયા: 11 કરોડ, જયંતિભાઇ કબૂતરવાલા (કલરટેક્ષ): 5 કરોડ, લવજીભાઇ ડાલીયા (બાદશાહ): 1 કરોડ, સ્વામીનારાયણના સંત માધવપ્રિયદાસજી: 51 લાખ, શંકરભાઇ પટેલ: 51 લાખ, દિલીપ પટેલ: 21 લાખ

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top