National

રસીકરણ અભિયાન શરૂ: વડાપ્રધાન મોદીએ ચીન અને પાકિસ્તાનને લઇને કરી આ વાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ આજે ​​કોરોના રસીકરણ (VACCINATION) અભિયાનનું ઉદઘાટન કરતાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે તેમણે દેશને લોકડાઉન (LOCK DOWN) માટે કેવી રીતે તૈયાર કર્યો. તેમણે પોતાના ભાષણ દરમિયાન ચીનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોરોના ચેપને કારણે વિશ્વમાં લોકડાઉન લાદવામાં આવી રહ્યું હતું ત્યારે ઘણા દેશોએ ચીનમાં તેમના નાગરિકોને છોડી દીધા હતા, પરંતુ અમે પોતાના નાગરિકોને પરત લાવવા કવાયત હાથ ધરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, ‘જ્યારે કેટલાક દેશોએ તેમના નાગરિકોને ચીનમાં વધતી કોરોના મહામારીમાં છોડી દીધા હતા, ત્યારે ભારતે ચીનમાં ફસાયેલા દરેક ભારતીય (INDIAN)ને પાછા લાવવા મદદના હાથ ફેલાવ્યા હતા. માત્ર ભારત જ નહીં, અમે બીજા ઘણા દેશોના નાગરિકોને પણ પરત લાવ્યા હતા. અહીં એ નોંધવું ઘટે કે, પાકિસ્તાનની ઇમરાન સરકારે તે સમય દરમિયાન તેના નાગરિકોને ચીનમાં છોડી દીધા હતા. આ પછી પાકિસ્તાની વિદ્યાર્થીઓએ ભારતના પીએમ મોદીનો સંપર્ક કર્યો હતો.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે 17 જાન્યુઆરી, 2020 એ કેલેન્ડર ઉપર એક અંકિત તારીખ હતી જ્યારે ભારતે તેની પ્રથમ એડવાઈઝરી (ADVISORY) રજૂ કરી. ભારત વિશ્વના પ્રથમ એવા દેશોમાં સામેલ હતું કે જેમણે તેના એરપોર્ટ પર મુસાફરોની તપાસ શરૂ કરી. ભારતે ચોવીસ કલાક જાગૃતિ રાખી, પ્રત્યેક ઘટના જોતા, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેતા. 30 જાન્યુઆરીએ, ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો, પરંતુ તેના બે અઠવાડિયા કરતા ઓછા સમયમાં ભારતે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી દીધી હતી.

પીએમ મોદીએ જાહેર કરફ્યુ (CURFEW)નો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ દિવસ કોરોના સામે આપણા સમાજના સંયમ અને શિસ્તની પણ કસોટી છે, જેમાં દરેક દેશના લોકો સફળ થયા. જનતા કર્ફ્યુએ લોકડાઉન માટે દેશને માનસિક રીતે તૈયાર કર્યો. અને આખરે સફળ લોકડાઉન સાથે દેશમાં એક ચોક્કસ નિયંત્રણ લાદવામાં આવ્યું હતું.

મહત્વની વાત છે કે ભારતમાં આજે 2-2 રસી (VACCINE)થી શરૂ થતાં કોરોના રસીકરણ સામે પાકિસ્તાને હજી સુધી કોઈ આદેશ આપ્યો નથી, અને ચીન પણ મદદ નથી કરી રહ્યું. ત્યારે હવે પાકિસ્તાનને કોઈ દેશ મદદ કરશે કે પછી દર વખતની જેમ દુશમન દેશની છબી ધરાવતું પાકિસ્તાન ભારત પાસેજ હાથ લંબાવશે તે પણ એક પ્રશ્ન છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top