Vadodara

ઉત્‍સાહ અને ઉમંગ ભેર પતંગ ચગાવી આનંદ અને ઉલ્લાસનું પર્વ ઉજવતા વડોદરાવાસી

વડોદરા : હાલ ચાલી રહેલ કોરોના વિધ્‍ન માં ઇતિહાસમાં સૌપ્રથમ વાર ઉજવાયો પતંગોત્‍સવ આજે મકર સંક્રાંતિના પાવન અવસર પર વહેલી સવારથી જ નાનાબાળકો સહિત મોટેરા ઓ પણ અગાસી પર પતંગ ચગાવવા માટે ધાબે ચડી ઇતિહાસમાં સૌપ્રથમ વાર સાઈલેન્‍ટ મોડ પર લોકોએ પતંગ ઉત્‍સવ ઉજવ્‍યો હતો.

સરકારની ગાઈડ લાઈન નું  પાલન કરી જાંબુઘોડા વાસીઓ એ સાથપ્રસહકાર આપી સાઈલેન્‍ટ મોડ પર મકરસંક્રાંતિનો તહેવાર જાંબુઘોડા વાસી ઓ એ  ઉજવ્‍યો હતો ડી,જે, સિસ્‍ટમ સહિત ઘોંઘાટિયા વાજિંત્રો વિના પીપોળા અને મોટા અવાજે એ કાઈપો છે ની બુમ વચ્‍ચે પરિવારના સભ્‍યો સાથે આકાશી તહેવાર ઉજવાયો હતો ત્‍યારે ઉત્‍સાહ અને ઉમંગ ના તહેવારને પીછેહઠ કરી તંત્ર પણ પ્રજાની સેવામાં ખડે પગે રહી હતી.

પોલીસે દિવસ દરમિયાન પેટ્રોલિંગમાં હતી સાથે સાથે ઈમરજન્‍સી સેવા માટે આરોગ્‍ય સહિત ૧૦૮ ની ટીમે પણ વર્ષમાં એકવાર ઉજવાતો તહેવાર પરિવારના સભ્‍યો સાથે મળી ઉજવતા હોય છે ત્‍યારે તંત્રના કેટલાક કર્મચારીઓ પ્રજાની સેવા માટે તત્‍પર રહેતા હોય છે ત્‍યારે કેટલાક પતંગ રસિયાઓના પાપે મૂંગા પક્ષીઓના જીવ પણ જતા હોય છે.

ત્‍યારે પતંગ પર્વ માં કેટલાક આકાશી યુદ્ધા એવા કેટલાક મુંગા પક્ષીઓના જીવ જોખમમાં મુકાય છે તેની ગવાહી રૂપે જીવ દયા પ્રેમી શાહરૂખ દિવાન દ્વારા પતંગની દોરીમાં ફસાયેલા આકાશી પક્ષીને ઝાડ પરથી ઉતારી બચાવવાની કોશિશ કરી હતી પરંતુ આકાશી પક્ષીનીપાંચમા પતંગની દોરી ભરાઈ જવાના કારણે આકાશી પક્ષી નું મળત્‍યુ પામ્‍યું હતું જો માનવ જીવનની સેવા માટે આરોગ્‍ય તંત્ર અને ૧૦૮ ની ટીમ જો તત્‍પર રહેતી હોય તો પછી માનવ જીવે પણ થોડી આકાશી પક્ષીઓની ચિંતા રાખી આકાશી પેચ લગાવવા જોઈએ,,,

પોલીસે લાઉડસ્‍પીકર વગાડતા યુવાનની અટકાયત કરી

ઉત્તરાયણમાં ડીજે અને સાઉન્‍ડ સિસ્‍ટમ ગ્રાહકોને આપી સંચાલકો પોલીસના જાહેરનામાનો પેચ કાપવાના મૂડમાં હતા. જો ઉત્તરાયણના દિવસે પોલીસ સાઉન્‍ડ સિસ્‍ટમ જમા લેશે તો ડીજેચાલકોએ સામે ચાલી ધરપકડ વહોરી લેવાની ચીમકી ઉચ્‍ચારી હતી. આ સાથે વાઘોડિયા રોડ પર લાઉડસ્‍પીરકર વગાડીને ઉત્તરાયણની ઉજવણી કરીને જાહેરનામા ભંગ કરનાર ૨૨ વર્ષીય યુવકની પાણીગેટ પોલીસે અટકાયત કરી હતી અને તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના ચાર દરવાજા વિસ્‍તારોમાં ડ્રોનથી સર્વેલન્‍સ. નાનાથી લઈને મોટા સૌપ્રકોઇએ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણને મન ભરીને માણી હતી. શહેરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સારો પવન રહેતાં પતંગરસિકોમાં ખૂબ જ ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. નાનાથી લઇને મોટા સૌપ્રકોઇએ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણને મન ભરીને માણી હતી.

ઉત્તરાયણના બંને દિવસે પોલીસે ડ્રોન દ્વારા સર્વેલન્સ કર્યુ

શહેર પોલીસે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ડ્રોન કેમેરાથી સર્વેલન્‍સ કર્યું હતું અને અગાસી પર પતંગ ચગાવતા શહેરીજનો પર બાજ નજર રાખી હતી. જોકે, પોલીસના કેમેરામાં વડોદરા શહેરનો ઉત્તરાયણનો અદભૂત આકાશી નજારો કેદ થઈ ગયો હતો.

ઉત્તરાયણમાં ડી.જે અને સાઉન્‍ડ સિસ્‍ટમ ગ્રાહકોને આપી સંચાલકો પોલીસના જાહેરનામાનો પેચ કાપવાના મુડમાં હતા. જો ઉત્તરાયણના દિવસે પોલીસ સાઉન્‍ડ સિસ્‍ટમ જમા લેશે તો ડી જે ચાલકો સામે ચાલી ધરપકડ વ્‍હોરી લેવાની ચીમકી ઉચ્‍ચારી હતી. વડોદરાના વાઘોડિયા રોડ પર લાઉડ સ્‍પીરકર વગાડીને ઉત્તરાયણની ઉજવણી કરીને જાહેરનામા ભંગ કરનાર ૨૨ વર્ષીય યુવકની પાણીગેટ પોલીસે અટકાયત કરી હતી.

અને તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.વડોદરા શહેરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સારો પવન રહેતા પતંગ રસિકોમાં ખુબ જ ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો અને લોકોએ બેદિવસ ખુબ મજા કરી હતી. નાનાથી લઇને મોટા સૌપ્રકોઇએ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણને મન ભરીને માણી હતી.

ઉત્તરાયણની રાત્રે મંગળબજારના મકાનમાં આગ લાગી

ઉત્તરાયણની રાત્રે મંગળ બજારના એક મકાનના ત્રીજા માળે આગ લાગતા વિસ્‍તારના રહીશોમાં નાસભાગ મચી હતી. આગ લાગ્‍યા બાદ બાજુમાં ભાગે આવેલું કપડાંનું ગોડાઉન પણ આગની ઝપેટમાં આવી ગયું હતું.

ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત આગ પર કાબૂ મેળવ્‍યો હતો. શહેરના મંગળબજાર વિસ્‍તારમાં આવેલા પરીખ સદનના ત્રીજા માળે બંધ મકાનમાં રાત્રિના સમયે આગ લાગી હતી. જોતજોતામાં આગ બાજુમાં આવેલા કપડાના ગોડાઉન સુધી ફેલાઈ ગઈ હતી. સ્‍થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડની ટીમ સ્‍થળ પર દોડી આવી હતી.

સાંકળી ગલીઓમાં કામગીરી કરવાની હોવાથી ભારે જાહેમતે ફાયરબ્રિગેડ દ્વારા આગ ઓલાવવાની કામગીરી શરૂ કરી હતી. ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. સતર્કતાને કારણે આગ વધુ પ્રસરી ન હતી. જોકે આગ બેકાબુ થઇ હોત તો અનેક મિલકતો આગમાં સ્‍વાહા થઈ ગઇ હોત. આગ લાગવાનું કારણ ઉત્તરાયણમાં વપરાતા ચાઈનીઝ તુકકલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top