Columns

ત્વચા માટે યોગ્ય સનસ્ક્રીન પસંદ કરો

ગરમી પડતાં જ ટેનિંગની સમસ્યા પરેશાન કરવા લાગે છે એટલે મોટા ભાગનાં લોકો કોઇક ને કોઇક ઉપાય તો કરે જ છે પરંતુ સૌથી વધુ કારગત છે SPF એટલે કે સન પ્રોટેકશન ફેકટર દ્વારા ત્વચાને ખતરનાક UV રેઝથી બચાવવી. SPF લોશન, ક્રીમ કે મોઇશ્ચરાઇઝરને દિવસમાં ઓછામાં ઓછા બેથી વધુ વાર લગાડવાં. એનું લેબલ વાંચ્યા બાદ જ એનો યોગ્ય ઉપયોગ કરો. એક વાર લગાડવાથી તમે સનબર્નથી બચી જશો એવું વિચારો નહીં. તમારે બે-ત્રણ વાર તો લગાડવું જ પડશે.

કયારે રીઅપ્લાય કરશો?
સામાન્ય તડકાવાળા દિવસમાં SPF 30 સનસ્ક્રીન જે 97% UVB કિરણોને બ્લોક કરે છે એ તમારી ત્વચા માટે પૂરતું છે. પછી તમારી ત્વચા ગમે તે પ્રકારની હોય. સનસ્ક્રીન દર બે કલાકને અંતરે લગાડવું જરૂરી છે કારણ કે એની અસર બે કલાક જ રહે છે. જો તડકામાં તમારી અવરજવર વધારે હોય તો તમે એ જલ્દી પણ અપ્લાય કરી શકો. જો તમે સ્વિમિંગ કરતાં હો તો તમારું સનસ્ક્રીન પાણીમાં ધોવાઇ જશે. એને જલ્દી રી અપ્લાય કરવાની જરૂર પડે છે.

સેન્સીટીવ ત્વચા
ઘણી વાર સેન્સીટીવ સ્કિન પર સનસ્ક્રીન લગાડવાથી આંખ અને ચહેરા પર સાધારણ બળતરા થાય છે. ઘણાં સનસ્ક્રીનમાં એવાં કેમિકલ્સ હોય છે જેને કારણે એલર્જી, ખંજવાળ અને સોજો આવી શકે છે. સનસ્ક્રીન લગાડવાથી ત્વચા શુષ્ક થઇ શકે છે. જો તમને એકનેની સમસ્યા હોય તો સનસ્ક્રીનથી એ વકરે છે. જે લોકોની ત્વચા સંવેદનશીલ હોય એમને સનસ્ક્રીન લગાડવાથી રેશીસ પણ થઇ શકે છે. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો નિષ્ણાતની સલાહ લો. તમે ઘરેલુ હર્બલ સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો. એની કોઇ સાઇડ ઇફેકટસ થતી નથી.

ડાર્ક પેચિસ
ત્વચા પર ઠેર ઠેર ડાર્ક પેચિસ હોય તો સનબર્નને બદલે સનટેન હોવાની શકયતા વધુ છે. ત્યારે ઓછામાં ઓછું 50 SPFવાળું સનસ્ક્રીન લગાડો અને દરરોજ લગાડવાથી સૂરજનાં UV કિરણોથી રક્ષણ મળશે. સનસ્ક્રીનમાં ટાઇટેનિયમ ન હોય તેનું ખાસ ધ્યાન રાખો કારણ કે એનાથી તમારી સ્કિન સફેદ દેખાવા માંડશે.
ડ્રાય સ્કિન
ઓઇલી સ્કિનની સરખામણીએ ડ્રાય સ્કિન પર વધારે ટેન થવાની શકયતા રહે છે. શુષ્ક ત્વચા પર સનસ્ક્રીન લગાડવાથી ત્વચા પર સફેદ પેચ પણ થઇ જાય છે. જે ખરાબ લાગે છે. આથી ડ્રાય-સ્કિનવાળાએ થોડા ક્રીમી ટેકસચરવાળા હાઇડ્રેટિંગ સનસ્ક્રીન જ લગાડવું જોઇએ. એનાથી ત્વચા પર વ્હાઇટ પેચ દેખાશે નહીં.

ઓઇલી સ્કિન
ઓઇલી સ્કિનને સૂર્યનાં UV કિરણોથી બચાવવા જેલ બેઝડ કે લાઇટ મેટ ફિનિશવાળું સનસ્ક્રીન પસંદ કરવું જોઇએ. ત્વચા ઓઇલી હોવાથી થોડા કલાકોમાં જ સનસ્ક્રીન પરસેવા સાથે નીકળી જશે. તમારે સ્વેટ પ્રૂફ સનસ્ક્રીન પસંદ કરવું જોઇએ અને દર ત્રણ કલાકે ફરી લગાડવું જોઇએ.

યોગ્ય SPF પસંદ કરો
SPF-15
ત્વચાની સુરક્ષા માટે વધારે SPFવાળું સનસ્ક્રીન લગાડો એ જરૂરી નથી. જો તમે તડકામાં ઓછું નીકળતાં હો તો તમારે માટે SPF-15 સનસ્ક્રીન પૂરતું છે.
SPF-20
જે લોકો મોટા ભાગે ઘરની બહાર રહીને કામ કરે છે એમને માટે SPF-20 યોગ્ય છે. એ પસંદ કરતી વખતે સનસ્ક્રીન UVA અને UVB સુરક્ષા સાથે હોય એ ધ્યાન રાખો.
SPF-30
જો તમે આખો વખત ઘર કે ઓફિસમાંથી બહાર ખુલ્લા વાતાવરણમાં રહેતાં હો તો તમારે માટે SPF-30 વાળું સનસ્ક્રીન યોગ્ય છે. ચાર-પાંચ કલાકે એ ફરીથી લગાડો. જે સ્થળોએ સૂર્યનાં કિરણોની સૌથી વધુ અસર તમારી ત્વચા પર પડતી હોય ત્યાં સનસ્ક્રીન 40 ની જરૂર છે. દા.ત. હિલ સ્ટેશન, સ્વીમિંગ. એ પસંદ કરતી વખતે UVA અને UVB જરૂર ચેક કરીને લો.
SPF-50
જેમણે તડકામાં જ કામ કરવાનું હોય એમણે 50 SPF સાથે PA+++ લગાડવું જોઇએ અને એ દર ત્રણ કલાકે ફરી લગાડવું જોઇએ.

Most Popular

To Top