Dakshin Gujarat

વ્યારાના કણજા ફાટક રોડ પર ટેમ્પોએ ટક્કર મારતા બાઈક પર જતા સોનગઢના યુવકનું મોત

વ્યારા: વ્યારાના કણજા ફાટક રોડ પર ગમખ્વાર અકસ્માતમાં સોનગઢના યુવકનું કરૂણ મોત નિપજ્યું છે. યુવક પોતાની મોટર સાયકલ પર જઈ રહ્યો હતો ત્યારે પૂરઝડપે ગફલતભરી રીતે ટેમ્પો હંકારી રહેલાં અજાણ્યા ટેમ્પો ચાલકે ટક્કર મારી યુવકની છાતી પરથી ટેમ્પો ચઢાવી દીધો હતો. આ અકસ્માતને પગલે યુવક લોહીલુહાણ થઈ રસ્તા પર પડ્યો હતો. યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલાં જ તેનું કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  • સોનગઢના ગતાડી ગામના 23 વર્ષીય યુવક આશિષ ગામીતનું અકસ્માતમાં મોત
  • આશિષ કાકરાપાર રોડ પર જતો હતો ત્યારે શેરીડના ચીમડી ભરેલા ટેમ્પોના ચાલકે અડફેટે લીધો
  • ટક્કર માર્યા બાદ અજાણ્યો ટેમ્પો ચાલક ટેમ્પો રસ્તામાં જ છોડી ભાગી ગયો
  • પોલીસે અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

સોનગઢ તાલુકાનાં ગતાડી ગામે નિશાળ ફળિયામાં રહેતા આશિષકુમાર લીમજીભાઇ ગામીત (ઉ.વ.23) (રહે. ગતાડી, નિશાળ ફળીયુ તા. સોનગઢ, જિલ્લો તાપી) તા. 22-3-2023નાં રોજ સાંજે 6.15 વાગ્યાનાં અરસામાં વ્યારાનાં ઇંદુ ગામ થી વ્યારા કણજા ફાટક તરફ કાકરાપાર રોડ ઉપર આવતો હતો. ત્યારે પુર ઝડપે આવતા શેરડીનું ચીમડી ભરેલ ટેમ્પો નં. GJ-19 T-3575 એ તેની મોટર સાયકલને પાછળથી અડફેટે લીધો હતો.

આ અકસ્માતમાં આશિષ ગામીત રોડ ઉપર મોટર સાયકલ સાથે પટકાયો હતો. આ અકસ્માતમાં તેની છાતીના ભાગેથી ટેમ્પો ચઢી જતા હોસ્પિટલ ખસેડાય તે પહેલાં તેનું સ્થળ પર જ અરેરાટી ભર્યુ મોત નિપજ્યું હતું. ટેમ્પો ચાલક અકસ્માત કરી સ્થળ પરથી પોતાનાં વાહન સાથે નાસી છુટ્યો હોય પોલીસે તેના વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.

મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર ઘોડીથલ ખાતે અકસ્માત : બે ને ઇજા
અનાવલ: મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર ઘોડીથલ ખાતેથી પસાર થતા કોલ્ડડ્રિન્ક ભરીને જતા છોટા હાથી વાહન નંબર GJ 30 T 1294ના વાહનચાલકે સ્ટયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રસ્તાની બાજુમાં ઉતરી ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાલક અને અન્ય એકને ઇજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં મહુવા પોલીસની કામગીરી સરાહનીય જોવા મળી

Most Popular

To Top