Entertainment

સિદ્ધાર્થ-કિઆરાનો ડાન્સનો વીડિયો વાયરલ, મહેમાનો માટે 10 દેશની 100 સ્પેશિયલ ડીશ બનાવાઈ

નવી દિલ્હી: બોલિવૂડના કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharath Malhotra) અને કિઆરા અડવાણી (Kiara Advani) 7 ફેબ્રુઆરીએ લગ્નના (Marriage) બંધનમાં બંધાશે. જેસલમેરનો સૂર્યગઢ પેલેસ કપલના લગ્નની તમામ વિધીઓ શરૂ થઈ ગઈ છે. રવિવારે મહેંદી બાદ આજે સોમવારે હલ્દી અને સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે ક્યૂટ કપલનો ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

કિઆરાએ મહેંદી લગાવી
કિઆરા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રાના નામ મહેંદી લગાવી છે. લગ્નની મહેંદી મુકવા માટે સેલેબ્રિટી મહેંદી આર્ટિસ્ટ વીણા નાગડા હાજર રહી હતી. અંબાણી પરિવારને વહુ તેમજ ઘણા સેલેબ્રિટીસના હાથમાં મહેંદી લગાવી ચૂકેલી વીણા નાગડા કિયારાના હાથમાં પણ મહેંદી મૂકી હતી. આજે હલ્દી અને સંગીત બાદ કાલે કપલ સાત ફેરા ફરશે.

સિદ-કિઆરાનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનો ડાન્સ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને ડાન્સ ફ્લોર પર જોરદાર ડાન્સ કરતા જોવા મળે છે. હાલ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. પરંતુ તે કહેવું મુશ્કેલ છે કે કિઆરા અને સિદ્ધાર્થનો લગ્નના ફંક્શનનો આ વીડિયો છે.

ભોજનની ખાસ વ્યવસ્થા છે
સિદ્ધાર્થ-કિઆરાના લગ્નમાં મહેમાનોના ભોજનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર 10 દેશોની 100 જેટલી આઈટમો બનાવી છે. સિદ્ધાર્ પંજાબી હોવાથી પંજાબની સ્પેશિયલ ડીશ બનાવવામાં આવી છે. આ માટે ખાસ મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. રાજસ્થાનની સ્વાદિષ્ટ સ્થાનિક વાનગીઓ દાલ બાટી ચુરમાને લગ્નના મેનુમાં સામેલ કરવામાં આવી છે. આ ઉપરાંત મેનુમાં ઘણી સ્થાનિક વાનગીઓ પણ રાખવામાં આવી છે. અહેવાલો અનુસાર, મહેમાનોને આઠ પ્રકારના ચુરમા, પાંચ પ્રકારની બાટી પીરસવામાં આવશે. આ સિવાય રાજસ્થાની અને પંજાબી ફૂડની ઘણી વસ્તુઓ પણ મેનુમાં રાખવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્ન પછી સિદ્ધાર્થ અને કિયારા 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શન આપશે, જેમાં બી-ટાઉન સેલેબ્સ ભાગ લેશે.

મિત્ર કિઆરાના લગ્નમાં ઈશા અંબાણી લાગી સુંદર, આનંદ પીરામલનો અંદાજ અલગ જ જોવા મળ્યો !
મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી કિઆરા અડવાણીના લગ્નમાં હાજરી આપવા જેસલમેર પહોંચી ગઈ છે. આ દરમિયાન તેનો રોયલ લુક જોવા મળ્યો હતો.ઈશા અંબાણી સાથે તેમના પતિ આનંદ પીરામલએ એમના અલગ અંદાજથી બધી જ લાઇમ લાઈટ પોતાના તરફ ખેંચી લીધી હતી.

ઈશા અંબાણી અને ઈશાના પતિ આનંદ પીરામીલ લગ્નમાં પહોંચ્યા
બોલિવૂડ અભિનેત્રી કિઆરા અડવાણી રાજસ્થાનના જેસલમેરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ બંને 7 ફેબ્રુઆરીએ લગ્ન કરશે. દરમિયાન લગ્ન સમારોહમાં ખાસ મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.આ દરમિયાન કિઆરા અડવાણીના બાળપણના મિત્ર મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી પણ કિઆરા -સિદના લગ્નમાં હાજરી આપવા પહોંચી ગઈ છે.

મુકેશ અંબાણીના જમાઈ આનંદ પીરામલએ લાઇમ લાઈટ લૂંટી
ઈશા અંબાણી સાથે તેના પતિ આનંદ પીરામલ પણ આવ્યા છે. ત્યારે આનંદ પીરામીલએ નહેરુ સ્ટાઈલમાં કોટ પેન્ટ પેહરીયું હતું. ઈશા અંબાણી અને તેના પતિ ઉદ્યોગપતિ આનંદ પીરામલ બંને જેસલમેર એરપોર્ટ પર રોયલ લુકમાં જોવા મળ્યા છે. ઈશા અંબાણી સફેદ ડ્રેસ અને ખૂબ જ સુંદર જ્વેલરીમાં જોવા મળી હતી.

કિઆરા અને ઈશા અંબાણી બંને બાળપણના મિત્રો
કિઆરા અને ઈશા અંબાણી બંને બાળપણના મિત્રો હોવાનું કહેવાય છે. કિઆરાએ કેટલાક ઈન્ટરવ્યુમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. કિઆરા કહે છે કે બંનેની વચ્ચે સારી બોન્ડિંગ પણ છે.

Most Popular

To Top