World

5 વખત વડાપ્રધાન બની ચૂકેલા રાનિલ વિક્રમસિંઘે બન્યા શ્રીલંકાના વડાપ્રધાન

કોલંબો: ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક તબક્કાનો સામનો કરી રહેલા શ્રીલંકાના (Shri Lanka) ભૂતપૂર્વ વડા પ્રધાન (Prime Minister) રાનિલ વિક્રમસિંઘેને (Ranil Wickremesinghe) ગુરુવારે દેશના આગામી વડા પ્રધાન જાહેર કરવામાં આવ્યા છે. જો કે રાનિલ વિક્રમસિંઘે 225 સભ્યોની સંસદમાં માત્ર એક જ સીટ ધરાવે છે. યુનાઇટેડ નેશનલ પાર્ટી (UNP)ના નેતા વિક્રમસિંઘે બુધવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa) સાથે વાત કરી હતી. યુએનપીના નેતા વિક્રમસિંઘે આજે સાંજે 6.30 વાગ્યે પ્રધાનમંત્રી પદના શપથ લીધા છે.

ચાર વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા વિક્રમસિંઘેને 2018માં તત્કાલિન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ પદ પરથી હાંકી કાઢ્યા હતા. જો કે બે મહિના બાદ તેમને ફરીથી વડાપ્રધાન બનાવવામાં આવ્યા. મળતી માહિતી મુજબ સત્તાધારી શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP), મુખ્ય વિપક્ષ સમાગી જન બલવેગયા (SJB) ના એક વિભાગ અને કેટલાક અન્ય પક્ષોએ સંસદમાં બહુમતી દર્શાવવા માટે વિક્રમસિંઘેને સમર્થન દર્શાવ્યું છે.

વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ વિક્રમસિંઘે સંસદમાં બહુમતી મેળવી શકશે: UNP અધ્યક્ષ
યુએનપીના અધ્યક્ષ વજીરા અભયવર્ધનાએ કહ્યું છે કે નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ વિક્રમસિંઘે સંસદમાં બહુમતી મેળવી શકશે. જો વિક્રમસિંઘે વડા પ્રધાન બનશે, તો તેઓ મહિન્દા રાજપક્ષેનું સ્થાન લેશે, જેમણે સોમવારે રાજીનામું આપ્યું હતું. વિક્રમસિંઘેને એવા નેતા તરીકે જોવામાં આવે છે જેઓ દૂરગામી નીતિઓ સાથે અર્થવ્યવસ્થાનું સંચાલન કરી શકે છે. તેમને દેશના એવા નેતા માનવામાં આવે છે જે ગંભીર સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ માટે આદેશ આપી શકે છે.

તેમણે 70ના દાયકામાં રાજનીતિમાં પ્રવેશ કર્યો
રાનિલ વિક્રમસિંઘનું જન્મ 24 માર્ચ, 1949ના રોજ શ્રીલંકાના કોલંબોમાં થયુ હતું. તેમના પિતા વકીલ હતા.તેથી રાનિલે પણ અભ્યાય પૂર્ણ કર્યા બાદ વકીલાતને તેમના વ્યવસાય તરીકે પસંદ કર્યો. રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાની સીલોન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યુ હતું. વકીલતનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે 70ના દાયકામાં રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. તેમણે શ્રીલંકાની યુનાઇટેડ નેશનલ પાર્ટી સાથે જોડાઇ રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. તેઓએ 1977માં લોકસભાની ચૂંટણી લડી અને જીત પણ હાસિલ કરી હતી. જ્યાર બાદ તેમને વિદેશ મંત્રાલયના ડેપ્યુટી મિનિસ્ટર બનાવવામાં આવ્યુ હતું. તેમજ યુવા અને રોજગાર મંત્રાલય સહિત અનેક મંત્રાલયો સંભાળવાનો મોકો મળ્યો હતો.

Most Popular

To Top