Dakshin Gujarat

પીએમ મિત્રા મેગા ટેક્સટાઈલ પાર્કના પ્રોજેકટ વર્કનો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવશે

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે ગુરુવારે નવસારી (Navsari) જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ગામે સાંજે 4 વાગ્યે આવવાના છે. તેમજ તેઓ પીએમ મિત્રા મેગા ટેક્સટાઈલ પાર્ક (PM Mitra Mega Textile Park) પ્રોજેક્ટની કામગીરીનો આરંભ કરાવશે. વડાપ્રધાન જે સ્થળેથી 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે ત્યાંથી જ પીએમ મિત્રા પાર્કની કામગીરીનો આરંભ કરાવશે.

પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન મોદી મેગા ટેક્સટાઈલ પાર્ક રિમોટ એરિયાને સાઈટ પર જઈ ભૂમિ પૂજન નહીં કરે તેમજ સૂત્રોએ કારણ એવું જણાવ્યું હતું કે વડાપ્રધાન ચોપરમાં વાસી બોરસીનાં સમારોહ સ્થળે જશે પણ પ્રોજેક્ટના ખૂબ અંતરિયાળ વિસ્તારમાં દરિયાકિનારે હોવાથી ત્યાં સુધી નહીં જાય. કારણકે, નિર્ધારિત સમયે તેઓને સુરત એરપોર્ટ પરત આવવું પડે એમ છે. વડાપ્રધાન 22,500 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયેલા તાપીના કાકરાપારના બે નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ દેશને સમર્પિત કરશે. તેમજ NHAI દ્વારા ₹10,070 કરોડથી વધુના ખર્ચે નિર્મિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે નો એક હિસ્સો પણ થશે શરૂ કરશે.

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં રૂપિયા 25,000 કરોડનું નવું રોકાણ
સુરત ખાતે ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ દેશના અન્ય શહેરો કે રાજ્યો કરતા વધારે થયું છે. જેના કારણે દેશના સાત જેટલા પીએમ મેગા ઇન્ટીગ્રેટેડ ટેકસટાઇલ રિજન એન્ડ એપેરલ (PM-MITRA) પાર્કમાંથી એક પાર્ક દક્ષિણ ગુજરાતમાં ફાળવવામાં આવશે. તેમજ આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સતત રજૂઆતો કરવામાં આવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પીએમ મિત્રા પાર્ક માટે નવસારી પાસે વાસી બોરડી ખાતેની 1000 એકર જમીન યોગ્ય છે. તે વિષયે ગુજરાત સરકારને સૂચન કરવામાં આવ્યું હતું. જેના ઉપર અંતે ગુજરાત સરકાર દ્વારા મંજૂરીની મહોર લગાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ સુધી પહોંચવા દક્ષિણ ગુજરાતમાં ઉભરાટ ખાતે નવસારી અને સુરતને જોડતા બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે રાજ્ય સરકારે રૂપિયા 600 કરોડ ફાળવવાની જોગવાઇ કરી છે. જેથી હવે સુરત અને નવસારી ટ્‌વીન સિટી બનવાની ગતિવિધીઓ તેજ બનશે.

પીએમ.મિત્રા પાર્કની આ ખાસિયત એને દેશના બીજા પાર્કથી અલગ પાડશે
પીએમ.મિત્રા પાર્કમાં ઉદ્યોગકારો પોતાના માટે કોમન કેપ્ટીવ પાવર પ્લાન્ટ નાંખી શકે તથા કોમન બોઇલર સાથે સીઇટીપી, એસટીપી અને કામદારો માટે રહેવાની સગવડ એક જ જગ્યા ઉપર મળશે. પીએમ મિત્રા પાર્ક નવસારીના વાંસી બોરસી ખાતે સ્થાપિત થવાથી બેથી ત્રણ વર્ષમાં આખો પાર્ક સંપૂર્ણપણે ભરાઇ જશે. સાથે જ આસપાસની ખારપાટ જમીનનો ઉપયોગ વીન્ડ અને સોલાર એનર્જી માટે થઇ શકે છે.

Most Popular

To Top