National

પીએમ મોદીએ ‘ડોનેશન ફોર નેશન બિલ્ડિંગ’ અભિયાન માટે ભાજપને આપ્યું દાન, લોકોને કરી ખાસ અપીલ

નવી દિલ્હીઃ વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પોતાની પાર્ટી ભાજપાને દાન આપ્યું છે. લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) પહેલા પીએમ મોદીએ ‘ડોનેશન ફોર નેશન બિલ્ડીંગ’ (Donation for Nation Building) કેમ્પેઈન હેઠળ બીજેપી ફોર ઈન્ડિયાને આ દાન આપ્યું છે. તેમજ વડાપ્રધાને પાર્ટી ફંડના (Party Fund) નામે આપવામાં આવેલી ડોનેશન સ્લિપ (Donation slip) પણ ફેસબુક પર શેર કરી છે. પીએમ મોદીએ ભારત માટે બીજેપીના નામે બે હજાર રૂપિયાનું દાન આપ્યું છે. તેમજ તેની સ્લિપ માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર પણ પોસ્ટ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ડોનેશન સ્લિપ શેર કરી છે. તેમણે લખ્યું, ‘હું બીજેપીમાં યોગદાન આપીને ખુશ છું અને વિકસિત ભારતના નિર્માણ માટે બીજેપીના પ્રયાસોને મજબૂત કરી રહ્યો છું. હું દરેકને NaMoApp દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે દાનનો ભાગ બનવા માટે પણ વિનંતી કરું છું.’

તમે પાર્ટીને કેવી રીતે દાન આપી શકો છો?
PMએ તેમની પોસ્ટમાં NaMoAppની લિંક પણ શેર કરી છે. આ લિંક પર જઈને તમે બીજેપીને સીધુ દાન કરી શકો છો. જ્યારે તમે આ લિંક પર ક્લિક કરશો તો સામે એક પેજ ખુલશે. અહીં હાજર આ ફોર્મમાં દાતાએ તમામ જરૂરી વિગતો ભરવાની રહેશે અને તે પછી તેણે તેના દાનની રકમ દાખલ કરવાની રહેશે અને પછી સ્વીકાર પર ક્લિક કરવાનું રહેશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી સિવાય બીજેપીના અન્ય ઘણા નેતાઓએ પાર્ટીના ડોનેશન ફોર નેશન બિલ્ડીંગ અભિયાન હેઠળ દાન આપ્યું છે.

પીએમ મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી લડશે
ઉલ્લેખનીય છે કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP)એ શનિવારે 16 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશો માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ લખનૌથી ચૂંટણી લડશે.

આ યાદીમાં 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે, જ્યારે ચાર મંત્રીઓની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીની ટિકિટ રદ્દ થયા બાદ તેમના સ્થાને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે લઘુમતી બાબતોના મંત્રાલયમાં રાજ્યમંત્રીના સ્થાને જોન બાર્લાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ અલીપુરદ્વારના ધારાસભ્ય મનોજ તિગ્ગાને ટિકિટ આપી છે.

Most Popular

To Top