Entertainment

Video: અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનમાં ત્રણેય ખાને સાથે ડાન્સ કર્યો, નીતાએ દિલજીતને પૂછ્યો આ સવાલ..

જામનગર: (Jamnagar) અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ફંક્શન (Pre-Wedding Function) સેલિબ્રેટિઝ ધૂમ મચાવી રહ્યા છે. અહીં ડાન્સ મસ્તીની છોળો ઉડી રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં એક એવું દ્રશ્ય જોવા મળ્યું કે જેને જોઈ લોકો આફરીન પોકારી ગયા હતા. બોલીવુડના ત્રણેય ખાન એક મંચ પર ડાન્સ કરતા (Khans Dance Together) જોવા મળ્યા હતા. શાહરૂખ સલમાન અને આમિર ખાને સ્ટેજ પર એકસાથે શાનદાર પર્ફોર્મન્સ આપીને પોતાના ફેન્સને ખુશ કરી દીધા છે. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં એક એવું દ્રશ્ય જોવા મળ્યું કે જેને જોવા માટે દરેક બોલિવૂડ ફેન્સ દિલથી રાહ જુએ છે. શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનનું ડાન્સ પરફોર્મન્સ જોવા જેવું હતું. ત્રણેય ખાનના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સલમાન, શાહરૂખ અને આમિર ફિલ્મ RRRના નાચો નાચો ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. મજાની વાત તો એ છે કે ત્રણેય ખાન વારાફરતી પોતાના હૂક સ્ટેપ્સ કરી રહ્યા છે. સલમાનના ટુવાલ ડાન્સ, આમિરનું કોઈ કહે કહેતા રહે..નો સ્ટેપ અને શાહરૂખ ખાનના એવરગ્રીન હૂક સ્ટેપને કરતા જોઈ લોકોને જલસા પડી ગયા હતા.

દરમિયાન દિલજીત દોસાંઝ અને નીતા અંબાણીનો એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નીતા અંબાણી દિલજીતને ગુજરાતી ભાષામાં સવાલો પૂછી રહી છે. દિલજીત દોસાંઝે તેનો ખૂબજ હૃદયસ્પર્શી જવાબ આપ્યો હતો. જ્યારે નીતા અંબાણીએ દિલજીત દોસાંઝને ‘કેમ છો’ પૂછ્યું ત્યારે દિલજીતે જવાબ આપ્યો હતો કે ‘મજા માં’. ત્યારબાદ તેમણે બીજો પ્રશ્ન પૂછ્યો અને પંજાબી ગાયક તે સમજી શકતો ન હતો. નીતા અંબાણીએ તેને પૂછ્યું કે તમે ક્યાં રહો છો ત્યારે દિલજીતે કહ્યું ‘હું લોકોના દિલમાં રહું છું’. આ જવાબ સાંભળીને લોકોને મજા પડી ગઈ હતી.

હાલમાં અડધું બોલિવૂડ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં જોવા મળી રહ્યું છે. 1લી માર્ચે રેહાનાના પરફોર્મેન્સ બાદ 2જી માર્ચની સાંજે બોલીવુડ કલાકારોએ જલવા લુટાવ્યા હતા. ત્રીજા દિવસે પણ અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ત્રીજા દિવસે ગૌતમ અદાણી પણ અહીં આવી પહોંચ્યા હતા. ઉપરાંત અમિતાભ બચ્ચન અને રજનીકાંત પણ પોતાના સમગ્ર પરિવાર સાથે અહીં પહોંચ્યા હતા. પ્રિ-વેડિંગમાં આલિયા ભટ્ટ, રણવીર કપૂર, સૈફ અલીખાન કરીનાનો સમગ્ર પરિવાર, દિલજીત દૌસાંજ, જાન્હવી કપૂર, શિખર પહાડિયા, સોનમ કપૂર, આનંદ આહુજા, રિતેશ અને જેનેલિયા દેશમુખ, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર, સુહાના ખાન, નવ્યા નવેલી નંદા, સારા તેંડુલકર, કરિશ્મા કપૂર, રાની મુખર્જી, સોનાલી બેન્દ્રે, નાતાશા પૂનાવાલા સહિત અનેક સેલેબ્સે ભાગ લીધો હતો.

Most Popular

To Top