Dakshin Gujarat

ભરૂચ અને નર્મદામાં ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

ભરૂચ: (Bharuch) ભરૂચ સહિત નર્મદા જિલ્લામાં મધરાત્રે ધોધમાર કમોસમી વરસાદ (Rain) પડ્યો હતો. વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ઉનાળાનાં આગમન ટાણે વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા બે દિવસથી આ પંથકમાં બેવડી ઋતુનો માહોલ છવાયો હતો. કમોસમી વરરાદથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. કપાસ, તુવેર સહિત અન્ય પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

  • ભરૂચ અને નર્મદામાં મધરાતે માવઠું, આગામી ૪૮ કલાક માછીમારોને દરિયો ન ખેડવા સલાહ
  • કમોસમી વરસાદને લીધે કપાસ, તુવર સહિતના પાકને ભારે નુકસાનને પગલે ખેડૂતોને પડતા પર પાટું

ભરૂચ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવીને મોડી રાત્રે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રેલ્વે સ્ટેશન, પાંચબત્તી, શક્તિનાથ અને મહમદપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ઠંડા પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જો કે હવામાન વિભાગે ૨૪ કલાકમાં વરસાદની આગાહી કરી હતી. જેને લઈને મધરાત્રે ભરૂચ નર્મદા સહિત ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પવનની ગતિ ૩૦થી ૪૦ કિમી પ્રતિ કલાક રહી હતી. આગામી ૪૮ કલાક માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી હતી.

Most Popular

To Top