SURAT

ઇલેક્ટ્રિક વેહિકલ વેચાયાના 48 કલાકમાં રજિસ્ટ્રેશન નહીં થાય તો આ સર્ટી સસ્પેન્ડ કરાશે

સુરત: (Surat) સુરતમાં ખૂબ ટૂંકા ગાળામાં 2000 થી વધુ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર (Electric Two Wheeler) ,થ્રિ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોનું વેચાણ થવા છતાં વાહન માલિકોના ખાતામાં આ પ્રકારના વાહનોની ખરીદી માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સબસિડી જમાં થઇ નથી. સુરતના ઇન્ચાર્જ આરટીઓ (RTO) હાર્દિક પટેલને ફરિયાદ મળતાં તેમણે શહેરના વાહન ડિલરોની આજે બેઠક બોલાવી 48 કલાકમાં વાહનોનું રજિસ્ટ્રેશન કરાવવા અને સબસિડી માટે ઓનલાઈન અરજી અપલોડ કરવા આદેશ આપ્યો હતો. જે ડિલરો ઇલેક્ટ્રિક વાહનો ખરીદનાર ગ્રાહકોને સબસિડી (Subsidy) અપાવવામાં નિષ્ફળ જશે. એમની સામે ટ્રેડ સર્ટિફિકેટ 30 દિવસ સુધી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

  • ઇલેક્ટ્રિક વેહિકલ વેચાયાના 48 કલાકમાં રજિસ્ટ્રેશન નહીં થાય તો ડીલરના ટ્રેડ સર્ટી સસ્પેન્ડ કરાશે
  • ઇલેક્ટ્રિક વેહિકલ ખરીદનારાઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી ખાતામાં સબસિડી આપવામાં આવે છે
  • ઘણાને રજીસ્ટ્રેશનના અભાવે સબસિડી મળતી નથી

સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અને બીજી બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ પર આપવામાં આવી રહેલી સબસીડીના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ઈ-વ્હીકલની માંગમાં અચાનક જ વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે પર્યાવરણલક્ષી વાહનોને પ્રમોટ કરવા માટે ઈ-વ્હિકલ પોલિસી જાહેર કરી હતી. જેમાં ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર સબસિડી આપવાની જાહેરાત કરાતા રાજ્યમાં સૌથી વધુ સુરતમાં ઈ-વ્હિકલનું વેચાણ થયું છે. ઈલેક્ટ્રીક વ્હિકલ પોલિસી-2021 અંતર્ગત સબસીડી મેળવવા અરજદારે ડીજીટલ ગુજરાત પર અરજી કરવાની રહે છે. વાહનવ્યવહાર કમિશનરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, અહીં અરજી કરનાર અરજદારને સબસિડી સીધી જ તેના ખાતામાં ટ્રાન્સફર કરી આપવામાં આવે છે.

ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી-2021 જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત તા. 01 જુલાઇ 2021 થી રાજ્યમાં નોંધાયેલા ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારને સબસીડી ચુકવાઇ રહી છે. અરજદારે ગુજરાત સરકારના ડીજીટલ ગુજરાત પ્લેટફોર્મ (www.digitalgujarat.gov.in) પર રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની હોય છે.ડિલરે વાહનનો નોંધણી નંબર, વાહન માલિકનો મોબાઈલ નંબર તથા તેમના નામના બેંક એકાઉન્ટનો નંબર અને IFSC કોડની વિગતો ઓનલાઇન અપલોડ કરવાની હોય છે.જે નહીં થતાં ઘણા વાહન માલિકોને સબસિડી મળી નથી.એથી નારાજ થયેલા આરટીઓ હાર્દિક પટેલે ઇલેક્ટ્રિક વેહિકલ વેંચતા સુરતના તમામ ડિલરોની આજે તાકીદની બેઠક બોલાવી કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.

Most Popular

To Top