Business

ગુજરાત હવે 5G, રાજ્યના 33 જિલ્લામાં સર્વિસ શરૂ કરવાની રિલાયન્સે કરી જાહેરાત

અમદાવાદ: ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય બની ગયું છે જ્યાં રિલાયન્સ (Reliance) દ્વારા 33 જિલ્લામાં એકસાથે જિયો-5જીની (Jio 5G) સેવા શરૂ કરવાની દિશામાં કદમ ઉઠાવાયો છે. આજે તા. 25મી નવેમ્બરથી ગુજરાતના 33 જિલ્લામાં જિયો દ્વારા 5G ઈન્ટરનેટની સર્વિસનું બીટા ટેસ્ટીંગ (Beta Testing) શરૂ કરાયું છે. જેનો લાભ ગુજરાતના લાખો જિયો યુઝર્સને મળતો થશે. જિયો આખાય ગુજરાતમાં 5G ઈન્ટરનેટ શરૂ કરી રહ્યું હોય ગુજરાતના લોકોને ફાસ્ટ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે, જેથી લોકોના જીવનમાં અનેક બદલાવ આવશે.

ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટરે જાહેરાત કરી છે કે તેણે તેના 5G SA નેટવર્ક સાથે ગુજરાતના તમામ 33 જિલ્લાઓને આવરી લીધા છે. આ telco તરફથી કોમર્શિયલ લોન્ચ નથી, પરંતુ ફરીથી બીટા ટેસ્ટિંગ છે. માત્ર વેલકમ ઑફર દ્વારા આમંત્રિત કરાયેલા વપરાશકર્તાઓ જિયોની 5G સેવાઓનો કોઈ વધારાના ખર્ચ વિના ઉપયોગ કરી શકશે. હવે ગ્રાહકો સુધી 5G લાવવાની તેની સફરમાં એક મોટું પગલું આગળ ધપાવતા, Jioએ કહ્યું કે 25 નવેમ્બર, 2022 થી ગુજરાતના 33 જિલ્લાઓમાં વપરાશકર્તાઓ સ્વાગત ઓફર મેળવી શકશે.

રિલાયન્સે કરેલી જાહેરાત અનુસાર આ 5G સ્પીડ ગુજરાતના લોકોને મળતી થઈ છે. રાજ્યના 33 જિલ્લા મથકોમાંથી 100 ટકા Jio True 5G કવરેજ મળશે. આ ટેક્નોલોજીથી દેશભરના લાખો કરોડો વિદ્યાર્થીઓ ડિજીટલ માધ્યમથી ગુણવત્તાસભર એજ્યુકેશન મેળવી શકશે. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના આકાશ અંબાણીએ કહ્યું કે, ગુજરાત દેશનું એવું પહેલું રાજ્ય બન્યું છે જ્યાં 100 ટકા જિલ્લાને રિલાયન્સ જિયો નેટવર્ક દ્વારા 5 G સર્વિસ ઉપલ્બ્ધ કરાવાઈ છે. આ ટેક્નોલોજી લોકોના જીવનને બદલી નાંખશે. 5Gમાં સ્પીડ 10GBPS સુધીની હશે. તેના ઉપયોગથી ડેટાની ગમે તેટલી મોટી ફાઈલ પળભરમાં ડાઉનલોડ અથવા અપલોડ કરી શકાય છે. વિશ્વના ઘણા દેશોમાં 5G સર્વિસ શરૂ પણ થઈ ગઈ છે, પરંતુ ત્યાં હજી એટલી સ્પીડ નથી મળી રહી.

5G સર્વિસથી લોકોને શું ફાયદો થશે?
5G ઈન્ટરનેટ સેવા શરૂ થવાના લીધે લોકોના જીવનમાં ઘણો બદલાવ આવશે. ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર લોકોને અલગ જ દુનિયાનો અનુભવ થશે. કામ સરળ બનશે. કોમ્યુનિકેશન ઝડપી બનશે. આંખના પલકારામાં કામ થઈ જશે. મનુષ્યના વિચાર કરતા 5G નું નેટવર્ક ઝડપી રહેશે. વીડિયો ફાઈલ પળભરમાં સેન્ડ કરી શકાશે. પળભરમાં મોટી ફાઈલો ડાઉનલોડ અને અપલોડ થઈ શકશે.

Most Popular

To Top