National

દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ફ્લડ એલર્ટ, જાણો ક્યાં ક્યાં થશે ભારે વરસાદ

દેશના દક્ષિણી રાજ્યોમાં (Southern States) ભારે વરસાદ (Rain) ચાલુ છે. અહીં પાછું ફરતી વખતે ચોમાસું (Monsoon) વરસે છે. આ વરસાદ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં થાય છે. દરમિયાન હવામાન વિભાગે (Meteorological Department) વરસાદને કારણે કેટલાક દક્ષિણી વિસ્તારોમાં પૂરનું એલર્ટ (Alert) જાહેર કર્યું છે. ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થશે. અને હાલ વરસાદ (Rain) અટકવાના કોઈ સંકેત નથી.

  • દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ફ્લડ એલર્ટ
  • દેશના દક્ષિણી રાજ્યો ખાસ કરીને તમિલનાડુમાં ભારે વરસાદ ચાલુ છે
  • પૂર્વોત્તર ચોમાસાની ગતિવિધિને કારણે અહીં વરસાદ પડી રહ્યો છે
  • ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવા પડ્યા

દેશના દક્ષિણી રાજ્યો ખાસ કરીને તમિલનાડુમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ સુધી ભારે વરસાદથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. IMD એ તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વોત્તર ચોમાસાની ગતિવિધિને કારણે અહીં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે. સ્થિતિ એવી છે કે ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવા પડ્યા છે જેના કારણે તમિલનાડુના થેની, ડિંડીગુલ, મદુરાઈ, શિવગંગા અને રામનાથપુરમ જિલ્લામાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે.

થેનીના વાઘાઈ ડેમમાંથી વધારાનું 4,230 ઘનફૂટ પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે પૂરનું જોખમ ઊભું થયું હતું. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં ભારે વરસાદ ચાલુ છે અને ત્યાં અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે ચિતલાપક્કમ તળાવનું પાણી તાંબરમના રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ્યું છે.

તમિલનાડુમાં હવામાનની પેટર્ન કેમ બદલાઈ?
હવામાન વિભાગ એટલે કે IMD એ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. IMD એ ચેતવણી આપી છે કે એન્ટિસાયક્લોનિક સ્થિતિ એટલે કે એન્ટિ સાયક્લોનને કારણે હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે અને પરિસ્થિતિમાં કોઈ સુધારાના સંકેત નથી. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે.

ચેન્નાઈમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી
આ વર્ષે ચેન્નાઈમાં ભારે વરસાદનો છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. રામનાથપુરમ, કુડ્ડલોર, વિલ્લુપુરમ અને રાજ્યના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. ચેન્નાઈ શહેર અને આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ સાથે વીજળીના ચમકારાની પણ શક્યતા છે. આગામી 24 કલાકમાં શહેરમાં ઓરેન્જ એલર્ટ ચાલુ રહેશે.

Most Popular

To Top