SURAT

કૌશલ વોરા પાસેથી ખરીદી 126 ડુપ્લિકેટ રેમડેસિવિર વેચનાર ઝડપાયો

surat : શહેરના છેવાડે મોરબી પોલીસે ડુપ્લિકેટ ( dulicate) રેમડેસિવિર ઇન્જેક્શન ( remdesivir injection) બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યા બાદ સુરત ક્રાઈમ બ્રાંચે પણ તે દિશામાં તપાસ કરતા અડાજણ ખાતે રહેતો આધેડ કૌશલ વોરા પાસેથી લીધેલા 126 ડુપ્લિકેટ ઇન્જેક્શન વેચાણ કર્યા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મોરબી ખાતે ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેકશન સાથે પકડાયેલા કૌશલ વોરાનું ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેકશન બનાવવાનું કારખાનું ઓલપાડ ખાતેથી મળી આવ્યું હતું. કૌશલ વોરા સુરતમાં અડાજણ ખાતે રહેતો હતો. જેથી તેણે સુરતમાં પણ ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેકશન વેચાણ કર્યા હોવાની દિશામાં ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાંચને અડાજણ પરશુરામ ગાર્ડન પાસે આવેલા સી.એમ રેસિડેન્સી ફ્લેટ નં. ૫૦૩ માં રહેતો જયદેવસિંહ ઝાલા ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેકશનનો ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખતો હોવાની તથા કોરોના (corona) સંક્રમિત દર્દીઓ તેમજ સંકમિત દર્દીઓના પરીવારજનોનો સંપર્ક કરી ઉંચા ભાવે વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી

ક્રાઈમ બ્રાંચે જયદેવસિંહ વેલુભા ઝાલા (ઉ.વ.૫૦) (મૂળ, રહે.ગામ એજાર, તા , ધાગધ્રા, જિ. સુરેન્દ્રનગર) ને પકડી પાડયો હતો. તેના ઘરમાંથી 8 ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેકશનો 38,400 ની કિમતના તથા મોબાઈલ ફોન મળી 48,400 નો મુદામાલ સાથે પકડી પાડ્યો હતો. જયદેવસિંહની પુછપરછ કરતા તે આ ઇન્જેક્શન અડાજણ એલ.પી. સવાણી રોડ, ઉપર જલારામ મંદીર સામે રહેતા પોતાના મિત્ર કૌશલ વોરા જે ઇન્જેકશન વેચવાનો ધંધો કરતો હતો, તેની પાસેથી કુલ -134 ઇન્જેકશનન મેળવ્યા હતા. જેમાંથી તેને કોરોના પોઝીટીવ દર્દીઓનો તેમજ તેમના પરીવારજનોનો સંપર્ક કરી અલગ – અલગ ભાવથી કુલ ૧૨૬ ઇજેશનનું વેચાણ કર્યું છે. જયદેવસિંહ પ્રાઈવેટ કંપનીમાં ગોલ્ડ ઉપર લોન આપવાનું કામ કરે છે. ક્રાઈમ બ્રાંચે તેની સામે ઈ.પી.કો.કલમ ૩૦૮,૪૨૦ , ૨૭૪,૨૭૫,૩૪, ૧૨૦ ( બી ) તથા આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ- ૩,૭,૧૧ તથા ડ્રગ્સ એન્ડ કોમ્બેટિક્સ એકટ કલમ ૨૭ મુજબનો ગુન્હો દાખલ કર્યો છે. કૌશલ વોરાને વોન્ટેડ બતાવ્યો છે પરંતુ તેની મોરબી પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

સુરતમાં કોણે કોણે ઇન્જેક્શન વેંચ્યા તેની તપાસ કરાશે

પોલીસે જયદેવસિંહને કોર્ટમાં રજુ કરી આરોપીના દિન -૧૦ ના પોલીસ રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ ડુપ્લિકેટ ઇન્જેક્શન સુરત સિવાય ક્યા ક્યા સ્થળે. કયા વેપારીને કેટલા સમયથી પુરા પાડે છે. તે અંગે તપાસ કરવી જરૂરી છે. આરોપીએ વડોદરા, અંકલેશ્વર ખાતે પણ ઇન્જેક્શન વેચાણ કર્યા હોય તો આરોપીને સાથે રાખી વડોદરા, અંકલેશ્વર તથા મોરબી ખાતે તપાસ કરાશે. આરોપી સાથે બીજા કોણ સંડોવાયેલા છે તેની પણ તપાસ કરવા સહિતના મુદ્દા રિમાન્ડ માટે રજૂ કરાયા હતા.

મુખ્ય સૂત્રધાર કૌશલ વોરા કઈ રીતે સંપર્કમાં આવ્યો તે તપાસ કરાશે

આરોપી પાસે બીજા પણડુપ્લિકેટ ઇન્જેક્શન છે કે કેમ તેની તપાસ કરાશે. મોબાઈલ નંબરની ડીટેઈલ મેળવી કોલ ડીટેઈલના આધારે પુછપરછ કરાશે. તથા મુખ્ય સૂત્રધાર કૌશલ વોરા સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યો તે અંગે તપાસ હાથ ધરાઈ છે.

Most Popular

To Top