Gujarat

વાહનચાલકો તૈયાર રહે, સરકારે ગોલ્ડન અને સિલ્વર નંબરોના ભાવ બાબતે લીધો આ વિચિત્ર નિર્ણય

સુરત: રાજ્યના (Gujarat) પોર્ટ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી ભરત પટેલે એક નોટિફિકેશન પ્રસિદ્ધ કરી આગામી ફેબ્રુઆરીથી પસંદગીના ગોલ્ડન, સિલ્વર અને સિરીઝમાં આવતા અન્ય નંબરોની (Numbers) તળિયા કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. અને આ નિર્ણય અંગે રાજ્યના વાહનચાલકો પાસે વાંધા વિરોધ અને સૂચનો મંગાવ્યાં છે. પરિપત્ર પ્રમાણે અત્યારે ટુવ્હીલરના (Two wheeler) ગોલ્ડન નંબર માટે પાંચ હજાર રૂપિયાનો ભાવ છે તે વધારીને આઠ હજાર કરાશે. જ્યારે સિલ્વર નંબર માટે બે હજારનો ભાવ છે તે ભાવ 3500 રૂપિયા કરાશે. જ્યારે સિરીઝના અન્ય નંબર મેળવવાનો ભાવ 1000 રૂપિયા છે તે વધારીને 2000 કરાશે.

ફોર વ્હીલર સહિત અન્ય વાહનો માટે ગોલ્ડન નંબરનો ભાવ અત્યારે 25 હજાર છે તે વધારીને 400,00 કરાશે. જ્યારે સિલ્વર નંબરનો ભાવ 10 હજાર હતો, તે વધારીને 15 હજાર કરાશે. અન્ય સિરીઝના નંબર માટે 5000 રૂપિયાનો ભાવ હતો. તે વધારીને 8000 કરવામાં આવ્યો છે. નવાઇની વાત એ છે કે, માર્ચમાં કોરોના સંક્રમણ પછી અને તે પહેલાં અમદાવાદ અને સુરત આરટીઓ દ્વારા ટુ-વ્હીલર અને ફોર વ્હીલર સહિત અન્ય વાહનો માટે પસંદગીના નંબરોની વારંવાર હરાજી જાહેર કરવા છતાં હજારો નંબરો વેચાયા વિના પડ્યા છે. ત્યારે નવા ભાવવધારા સાથેના નંબરો કઇ રીતે વેચાશે, તે મોટો પ્રશ્ન છે.

નવો ભાવવધારો આ રીતે ચૂકવવો પડશે

  • પસંદગીના નંબર ટુવ્હીલરનો નવો ભાવ ફોર વ્હીલરનો નવો ભાવ
  • ગોલ્ડન 8000 40000
  • સિલ્વર 3500 15000
  • સિરીઝના અન્ય નંબર 2000 8000

સુરતીઓ મેળવી શકશે પસંદગીના નંબર

સુરત આર. ટી. ઓ દ્વારા 11 થી 14 જાન્યુ દરમિયાન ઓનલાઈન (online entry) અરજી મંગાવવામાં આવી હતી. સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા ચાર-ચક્રીય વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઈન હરાજી માટે ગ્રાહકો એક ચોક્કસ પ્રક્રિયા દ્વારા ભાગ લઈ શકશે અને તેના દ્વારા તેમની પસંદગી (selection) કરવામાં આવશે. ચાર ચક્રિય વાહનોના GJ05.RC, GJ05.RD, GJ05RE, GJ05.RG, GJ05.RH, GJ05.RJ, GJ05.RK, GJ05.RL, GJ05.RM, ના ગોલ્ડન અને સિલ્વર સિરીઝના નંબરની ઓનલાઈન હરાજી થશે.

ઓનલાઈન હરાજીની અરજી તા.૧૧/૦૧/૨૦૨૧ થી તા.૧૪/૧/૨૦૨૧ દરમિયાન હતી. જેમાં http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન (registration) કરી ઈચ્છુક વાહન માલિકો ભાગ લીધો હતો. હરાજીનું બિડિંગ તા. ૧૪ અને ૧૫/૧/૨૦૨૧ના રોજ ઓપન કરવાનું હતું જ્યારે તા.૧૬મી સુધીમાં ફોર્મ જમા કરવાના હતાં. અરજદારોએ સાત દિવસમાં ઓનલાઈન સી.એન.એ. ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જો આ ફોર્મ રજૂ નહિ કર્યું હોય તો નંબરની ફાળવણી કરવામાં નહિ આવે. મહત્વની વાત છે કે હાલ સુરતીઓને પસંદગીના નંબરો માટે ઘણા સમયથી આ લાભ મળ્યો નથી ત્યારે હવેથી આ સુરતીઓ પોતાના નવા વાહનો માટે જ ભાગ લઈ શકશે. સેલ લેટરમાં સેલ તારીખથી 60 દિનની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઇ શકશે. સમયમર્યાદાની બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલ દ્વારા જણાવાયું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top