SURAT

ડ્રીમ સિટી ખજોદ ચોકડી ઉપર બે ફ્લાય ઓવર બનાવવા ચેમ્બરની નીતિન પટેલને રજૂઆત

સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાયેલા સીટેક્સ એક્ઝિબિશનના ઉદ્‌ઘાટન સમારોહ દરમિયાન ઉદ્‌ઘાટક તરીકે પધારેલા ભારત સરકારનાં વસ્ત્રમંત્રી સ્મૃતિ ઈરાની સાથે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયા અને ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ નવી ટેક્સટાઈલ (Textile) પોલિસી અંગે ચર્ચા-વિચારણા કરી હતી. જે સંદર્ભે વસ્ત્ર મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારની નવી ટેક્સટાઈલ પોલિસીનો ડ્રાફ્ટ ચેમ્બરને મોકલવામાં આવશે. તદુપરાંત ચેમ્બરના બંને હોદ્દેદારોએ વસ્ત્ર મંત્રીને અનુરોધ કર્યો હતો કે, નવી ટેક્સટાઇલ પોલિસીની જાહેરાત કરતાં પહેલાં સ્ટેક હોલ્ડરો સાથે મીટિંગ કરવામાં આવે. આ બંને બાબતો અંગે ચેમ્બર (Chamber) દ્વારા વસ્ત્ર મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

ડ્રીમ સિટી ખજોદ ચોકડી ઉપર બે ફ્લાય ઓવર (Flyover) બનાવવા ચેમ્બરની નીતિન પટેલને રજૂઆત
ડ્રીમ સિટીમાં દાખલ થવા માટે આવતાં વાહનો અથવા કોઈ અન્ય શહેરોમાંથી આવતાં વાહનોને નેશનલ હાઇવે-પ૩ ખાતે આવેલી ખજોદ ચોકડી થઈને જ આવવું પડે છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેમજ માર્ગ અને મકાન વિભાગના મંત્રી નીતિન પટેલને સુરતમાં ખજોદ ચોકડી ખાતે બે ફ્લાયઓવર બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.

ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, સુરતમાં ખજોદ ચોકડી ખાતે ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ સિટી (ડ્રીમ સિટી)નું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થવાની આરે છે. આ કાર્ય ૭૦૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. દરમિયાન ડ્રીમ સિટીમાં દાખલ થવા માટે સુરત શહેરમાંથી આવતાં વાહનો અથવા કોઈ અન્ય શહેરોમાંથી આવતાં વાહનોને નેશનલ હાઇવે–પ૩ ખાતે આવેલી ખજોદ ચોકડી થઈને જ આવવું પડે છે. ડ્રીમ સિટીમાં અંદાજિત એક વર્ષના સમયગાળા દરમિયાન સવારે તથા સાંજે છૂટવાના સમયે એકસાથે ૧પથી ર૦ હજાર વાહનો આવી શકે છે અને તેના કારણે દરરોજ ટ્રાફિકની સમસ્યા સર્જાઇ શકે છે અને ટ્રાફિક સમસ્યા ઘણી ગંભીર બની શકે છે.

આગામી એક વર્ષના સમયગાળામાં આવી કોઈ સમસ્યા ન થાય તે માટે (૧) હજીરાથી પલસાણા તરફ જતું ટ્રાફિક અને પલસાણાથી હજીરા તરફ જતું ટ્રાફિક સરળતાથી પસાર થઇ શકે તે માટે નેશનલ હાઇવે–પ૩ને પેરેલલ એક ફ્લાયઓવર બનાવવાની મંજૂરી આપવા રજૂઆત કરવામાં આવી છે. (ર) ખજોદ અને સરસાણાને જોડતી ચોકડી ઉપર અન્ડર ગ્રાઉન્ડ સબ–વે અથવા હાઈવેથી ક્રોસમાં જોડતો એક ફ્લાયઓવર બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. આમ, બે પ્રકારના ફ્લાયઓવર બનાવવા તાત્કાલિક ધોરણે જાહેરાત કરવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેમજ માર્ગ અને મકાન વિભાગના મંત્રી નીતિન પટેલને લેખિતમાં રજૂઆત પાઠવવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top