Gujarat

પીએમ મોદી દાહોદ પહોંચ્યા, કહ્યું હું આદિવાસી બહેનોના રોટલા ખાઇને મોટો થયો છું એટલે આજે…

મહેસાણા: ગુજરાત વિધાનસભાને ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં રાજકીય પાર્ટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ આપ અને ભાજપ સિવાય પણ અન્ય પાર્ટીઓ મેદાનમાં ઉતરી પ્રચાર કરી રહ્યા છે. પરંતુ કહી શકાય કે પ્રચારમાં પણ ભાજપ જ આગળ છે. કારણ કે પીએમ મોદી ફરી એક વાર બે દિવસીય માટે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. આજે પીએમ મોદીની ગુજરાતમાં 4 મહાસભાછે, જેમાં તેઓ સૈપ્રથમ બપોરે એક વાગ્યે મહેસાણા જિલ્લાની વિધાનસભાની બેઠકની સંયુક્ત સભા મહેસાણા રાધનપુર ચાર રસ્તા નજીક એરોડ્રામ ખાતે સંબોધ કર્યું હતું. ત્યાર બાદ પીએમ મોદી દાહોદ પહોંચ્યા હતા. દાહોદ બાદ પીએમ મોદી વડોદરા અને ભાવનગરમાં સભા સંબોધશે.

મહેસાણામાં સબા સંબોધ્યા બાદ પીએમ મોદી દાહોદ ખાતે આવી પહોંચ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે હું આદિવાસી બહેનોનો હાથનો જ રોટલો ખાઈ મોટો થયો છું. એટલે આજે નિરાંતે વાત કરવાનું મન થાય છે. પીએમ મોદીએ કહ્યું કે દોહાદ મારું જૂનુ ને જાણીતું, ફોન કરીએ તો પણ કામ થઇ જાય. આ ચૂંટણીમાં ફરી ભાજપ સરકાર બને તે માટે આશીવાર્દ લેવા માટે આવ્યો છું. તેમણે કહ્યું કે હું તો માત્ર આશીવાર્દ લેવા માટે આવ્યો છું બાકી તમારો વિજય પાક્કો જ છે.

દોહોદમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે 60 વર્ષ રાજ કર્યું પણ આદિવાસીને રાષ્ટ્રપતિ ન બનાવ્યા તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રશ્નો પૂછ્યો કે કોઈભાઈ પદ માટે યાત્રા કરી રહ્યો છે પરંતુુ જ્યારે ભાજપે આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા ત્યારે તેઓ ક્યાં હતા. કહી શકાય કે તેમણે યાત્રા શબ્દનો પ્રયોગ રાહુલ ગાંધી પર ટોણો માર્યો હતો.

પીએમ મોદીએ વિકાસની વાતો કરતા કહ્યું કે અમે ત્રણ કરોડથી વધુ પરિવારોને પાક્કુ ઘર આપ્યું, અને રોજગારી આપી છે. અમે ગામડાની પણ ચિંતા કરીએ અને વિશ્વ લેવલે ભારતની પણ ચિંતા કરીએ છીએ. હાઇવે બનાવ્યા, મેટ્રો-બુલેટ ટ્રેન લાવ્યા આદિવાસી વિસ્તારનો વિકાસ વધે તે માટે અનેક કામ કર્યા છે. તેમણે કહ્યું કે એક સમયે દાહોદમાં પાણીના વલખા હતા, આજે દાહોદ સીટી સ્માર્ટ સીટી બની ગયુ છે.

બે દિવસીય ગુજરાતના પ્રવાસ બાદ પીએમ મોદી ફરી એકવાર મહેસાણા આવી પહોંચ્યા છે. પીએમ મોદી બપોરે મહેસાણા રાધનપુર એરોડ્રામ આવી પહોંચ્યા હતા. પીએમ મોદીએ સભાને સંબોધતા કહ્યું કે મહેસાણાની આ માટીએ મને મોટો કર્યો છે, મારું ઘડતર કર્યું છે. કહ્યું કે મહેસાણો જિલ્લો ગુજરાતનું ભવિષ્ય નક્કી કરે છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે હું ચૂંટણી નથી લડી રહ્યો ગુજરાતની જનતા ચૂંટણી લડી રહી છે. જ્યાં જાઉં ત્યાં એક જ નારો સંભળાય છે, ફીર એકબાર મોદી સરકાર, દેશની યુવા પેઢી ભાજપ તરફ વળી રહ્યો છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસનું મોડલ એટલે અબજો કરોડની ભષ્ટ્રાચારની સરકાર. કોંગ્રેસનું મોડલ એટલે જાતિવાદ-પરિવારવાદ, સંપ્રદાયવાદ છે, લોકોને પછાત જ રાખવા એ જ કોંગ્રેસ ઇચ્છે છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે દેશમાં કેવા દુષ્કાળો પડતા હતા તે યુવાનોને ખબર નથી. ગુજરાત પણ કુદરતી આફતો આવી છે છતાં પણ ગુજરાત આગળ વધ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસના કામોને યાદ કરાવ્યા હતા. તેમણે કહ્યું કે 20 વર્ષ પહેલાં ગુજરાતમાં સૌરઊર્જાનો કોઈ અવકાશ નહોતો, આજે 8000 મેગાવોટ વીજળી સૌરઊર્જાથી ઉત્પન્ન થાય છે, 20 વર્ષ પહેલાં ગુજરાતમાં ગેસથી પેદા થનારી વીજળી 2 હજાર મેગાવોટ થતી, આજે 4 હજાર મેગાવોટ થાય છે. તેમણે કહ્યું કે આજે ગુજરાતમાં 12 લાખથી વધુ બહેનો પશુપાલનનો વ્યવસાય કરે છે. ગુજરાતે દૂધક્ષેત્રે પણ રેકોર્ડ તોડ્યો છે. તેમણે કહ્યું કે મહેસાણા જિલ્લાનો બેચરાજીનો પટ્ટો ઉદ્યોગનું હબ બન્યો છે, મહેસાણાથી ગાડીઓ જાપાન જાય છે. બજારમાં ઇલેક્ટ્રિક વાહનો આવશે એટલે દુનિયાના બજારને કબેજ કરીશું.

Most Popular

To Top