National

કાળજુ કંપાવે તેવી ઘટના: દિલ્હીના પાલમમાં યુવકે સમગ્ર પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો

દિલ્હી: (Delhi) દિલ્હીના પાલમ વિસ્તારમાં એક યુવકે તેના માતાપિતા, દાદી અને બહેન સહિત તેના પરિવારના ચાર સભ્યોને મોતને (Murder) ઘાટ ઉતારી દીધા. આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી. ઘટનાની જાણકારી પોલીસે બુધવારે આપી છે. સ્થિર નોકરી ન હોવાના વિવાદ અને ઝઘડા પછી યુવકે પરિવારના સભ્યોની હત્યા કરી હોવાની પોલીસે (Police) માહિતી આપી છે. ઘટનાસ્થળે લોકો પાસેથી મળેલી માહિતી મુજબ રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે આરોપીએ આ સનસનાટીભરી (Cruelty) ઘટનાને અંજામ આપ્યો છે. કારણ કે તે જ સમયે પડોશીઓ (Neighbor) ઉપરના માળેથી ચીસો સાંભળી રહ્યા હતા. લોકોએ 10.30 વાગ્યે જ પોલીસને જાણ કરી દીધી હતી. આ મામલાની માહિતી આપતા ડીસીપી સાઉથ વેસ્ટ મનોજ સી.એ જણાવ્યું કે પોલીસને રાત્રે 10:30 વાગ્યે ફોન આવ્યો હતો. ઉપરના માળેથી રાડારાડનો અવાજ આવી રહ્યો છે. જ્યારે પીસીઆર ઘટનાસ્થળે પહોંચી ત્યારે આરોપી યુવાન સ્થળ પરથી ભાગી રહ્યો હતો. ભાગી રહેલા યુવકને લોકોની મદદથી પોલીસે પકડી લીધો હતો. જ્યારે પોલીસ ઘરની અંદર ગઈ તો તેણે જોયું કે 4 લોકોની હત્યા કરવામાં આવી છે. અને તેઓ તમામનું મોત થઈ ચુક્યું હતું.

મૃતકોમાં પતિ, પત્ની, વૃદ્ધ માતા અને પુત્રીનો સમાવેશ
માર્યા ગયેલા લોકોમાં મૃતક દિનેશ, તેની પત્ની દર્શના, 75 વર્ષીય માતા દિવાનો દેવી અને પુત્રી ઉર્વશી સૈનીનો સમાવેશ થાય છે. બધા એક જ ફ્લોર પર સાથે રહેતા હતા. દિનેશનો પુત્ર કેશવ પણ તેમની સાથે રહેતો હતો જેણે આ ગુનાને અંજામ આપ્યો હતો. લોકો પાસેથી મળેલી માહિતી મુજબ તેને ડ્રગ્સની લત છે. જેના કારણે ઘરમાં ઝઘડા થતા હતા.

થોડા દિવસ પહેલા દાદી પાસે નશા માટે પૈસા માંગ્યા હતા
એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ આરોપી કેશવે થોડા દિવસો પહેલા તેની દાદી પાસે ડ્રગ્સ માટે પૈસા માંગ્યા હતા. જે માટે તેની દાદીએ ના પાડી હતી. ત્યારથી આરોપી કેશવ ગુસ્સામાં રહેતો હતો. આરોપીના પિતરાઈ ભાઈ કુલદીપે જણાવ્યું કે જ્યારે તેના કાકાના ઘરેથી બૂમોનો અવાજ આવવા લાગ્યો ત્યારે તે તેના કાકાના ઘર તરફ ગયો હતો.

જ્યારે તેઓ દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા ત્યારે તેમને બધા મૃત જોવા મળ્યા
જ્યારે તે ઉપરના માળે પહોંચ્યો ત્યારે તેણે ઘરનો દરવાજો તાળું મારેલું જોયું. દરવાજો ખટખટાવતા આરોપી કેશવે તેમને ત્યાંથી જવાનું કહ્યું. કુલદીપને કંઈક શંકા જતાં તેણે તરત જ પીસીઆરને કોલ કર્યો. જ્યારે પોલીસની હાજરીમાં દરવાજો તોડવામાં આવ્યો ત્યારે પરિવારના ચાર સભ્યો અલગ-અલગ રૂમ અને બાથરૂમમાં અંદરથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. પરિવારજનોની મદદથી પોલીસે ઘટનાસ્થળે જ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ હત્યા કેસની તમામ એંગલથી તપાસ કરી રહી છે.

માતા-પિતા, દાદી અને નાની બહેનનું મોત થયું હતું
આરોપી છોકરાનું નામ કેશવ છે. પાડોશીઓએ જણાવ્યું કે તે ડ્રગ્સનો વ્યસની હતો અને ડ્રગ્સના પૈસા ન આપવાને કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. થોડા દિવસ પહેલા તેણે દાદી પાસે પૈસા પણ માંગ્યા હતા પરંતુ દાદીએ ના પાડી હતી. જેના કારણે તે ગુસ્સામાં રહેતો હતો અને અવારનવાર ઝઘડો કરતો હતો. હત્યા પહેલા પણ ઘરમાં ઝઘડાના અવાજો આવતા હતા અને ત્યારબાદ છોકરાએ દાદી દિવાના દેવી, તેના પિતા દિનેશ, માતા દર્શના અને 18 વર્ષની બહેન ઉર્વશીની હત્યા કરી હતી.

ગ્રીલ પર કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો
આરોપી કેશવના કાકા ઈશ્વરે જણાવ્યું કે ચારેયની હત્યા કર્યા બાદ તે ગ્રીલ પરથી કૂદીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન તેની નજર પડી ગઈ અને કૂદીને ભાગતા પહેલા બધાએ તેને પોલીસની મદદથી પકડીને પોલીસને હવાલે કર્યો. પછી તેઓ ઘરની અંદર પ્રવેશ્યા જ્યાં ઘરની હાલત જોવા લાયક ન હતી.

નોકરી ગુમાવી, ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ
આરોપી કેશવ થોડા સમય પહેલા નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તેણે નોકરી પણ ગુમાવી દીધી હતી. પરિવારજનો તેની સાથે નશા બાબતે સતત ઝઘડો કરતા હતા. તેને ગાળો ભાંડતા હતા. જેના કારણે તેઓ પરેશાન હતા. રોજબરોજના આ ઝઘડાથી તે કંટાળી ગયો હતો. થોડા સમય પહેલા તેણે તેની ગર્લફ્રેન્ડ સાથે પણ બ્રેકઅપ કર્યું હતું. જેના કારણે તે ખૂબ જ પરેશાન હતો. ઘટના સમયે ઘરના તમામ સભ્યો રાત્રે જાગી ગયા હતા. આ દરમિયાન ઝઘડો થયો હતો. ત્યારબાદ તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘરના બધા સભ્યો એક પછી એક માર્યા ગયા. પોલીસ હવે તપાસ કરી રહી છે કે હત્યાનો ક્રમ શું હતો?

Most Popular

To Top