Sports

વિવાદોનું બીજું નામ ઇમરાનખાન: હવે રાજનીતિને લીધે નહિ,ક્રિકેટને કારણે આવ્યા ફરી એક વાર ચર્ચામાં

નવી દિલ્હી : પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન અને 1992માં ODI વર્લ્ડ કપ (World Cup) જીતનાર (Winner) કપ્તાન ઈમરાન ખાન (Imran Khan) ફરી એકવાર સત્તાના સંઘર્ષ માટે ઝઝૂમી રહ્યા છે. જ્યારે વડાપ્રધાન પદના સિંહાસન ઉપરથી તેઓ ગબડી ગયા છે ત્યારે તેઓ ફરી એક વાર સત્તા મેટે લોકોને લઇને મોરચો કાઢતા જોવા મળ્યા હતા જોકે તાજેતરમાં તેઓ અન્યકોઈ રાજનૈતિક વિવાદોને લઇને નહિ પણ ક્રિકેટને (Cricket) કારણે વિવાદોના (Controversies) વંટોળમાં ઘેરાઈ ગયા છે.આ વિવાદમાં આવવાબુ કારણ છે વર્ષ 1987માં ભારત તરફથી મળેલો એક ગોલ્ડ મેડલ જે હાલમાં પાકિસ્તાની સમાચારોમાં ખુબ છવાયેલો છે. શું છે આ મેડલ પાછળની આખી વાર્તા શું છે ઈમરાન ખાન અને ભારત સાથે તેનું કનેક્શન તે ચાલો આપને વિયસ્તર પૂર્વક તમને જણાવી દઈએ.

ગોલ્ડ મેડલ તેઓએ માત્ર 3000 રૂપિયામાં વેચી કાઢ્યો હતો
હાલમાં જ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે તાજેતરમાં એક ટીવી ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ઈમરાન ખાને ભારત તરફથી મળેલો ગોલ્ડ મેડલ તેઓએ માત્ર 3000 રૂપિયામાં વેચી કાઢ્યો હતો. આ નિવેદને લઈને વિવાદનો મધપૂડો છંછેડાઇ ગયો હતો.અને અલગ-અલગ દાવાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન પાકિસ્તાનના એક કોઈન કલેક્ટ કરનારે પણ માહિતી આપી હતી કે તેણે ઈમરાન ખાનનો તે ગોલ્ડ મેડલ હરાજીમાં ખરીદ્યો હતો.

શકીલ અહેમદે સતત 2 વર્ષ સુધી મેડલ ઇમરાનને પરત કરવાનો પ્રયત્ન કર્યો હતો
પ્રાપ્ત જાણકારી અનુસાર હામિદ મીરે એવો દાવો કર્યો હતો કે વર્ષ 2014માં તેણે લાહોરથી તેમણે કેટલાક મેડલો ખરીદ્યા હતા. અને તેમાંથી એક મેડલ ઈમરાનના ખાનાના નામનો હતો. શકીલ અહેમદને ખબર પડી કે આ કોઈ મામૂલી મેડલ નથી પણ મુમેન્ટો છે જે મૂલ્યવાન છે. અને ત્યારબાદ આ મેડલને શકીલ અહેમદે સતત 2 વર્ષથી ઈમરાન ખાનને પરત કરવાનો પ્રયાસ જારી રાખ્યા હતા કારણ કે તે ક્રિકેટના ઈતિહાસ સાથે જોડાયેલી એક ઘટનાનો ભાગ હતો . પરંતુ અને શકીલ અહેમદે પછી આ ગોલ્ડ કોઈનને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મેડલ સોંપી દીધો હતો જેને પછીથી PCB મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો હતો.

ઈમરાન ખાનને ક્યારે અને ક્યાં મળ્યો હતો આ મેડલ?
આ વાત ત્યારની છે જયારે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વર્ષ 1987માં ઈમરાન ખાનના નેતૃત્વમાં ભારતના પ્રવાસે આવી હતી. પ્રથમ પાંચ ટેસ્ટની શ્રેણી અહીં રમવાની હતી. શ્રેણીની શરૂઆત પહેલા 20 જાન્યુઆરી 1987ના રોજ એક ફ્રેન્ડલી મેચ યોજાઈ ગઈ હતી. મુંબઈના ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (CCI) એ આ અવસર પર 50 વર્ષ પૂરા કર્યા હતા.આ પળને ખાસ બનવવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે 40-40 ઓવરની મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીસીઆઈ દ્વારા ઈમરાન ખાનનું સન્માન કરવામાં પણ આવ્યું હતું અને આ મેડલ તેઓને એનાયત કરવામાં આવ્યો હતો.

આ મેચ સાથે સચિન તેંડુલકરનું ખાસ કનેક્શન છે
ખાસ વાત એ છે કે આ મેચમાં પાકિસ્તાનનો અબ્દુલ કાદિર ઈજાગ્રસ્ત થયો હતો અને 14 વર્ષનો સચિન તેંડુલકર પાકિસ્તાન તરફથી મેદાનમાં ઉતર્યો હતો. આ મેચ તરફે ટીમ ઈન્ડિયાની કપ્તાની રવિ શાસ્ત્રીએ કરી હતી.જ્યારે પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 39.5 ઓવરમાં 189 રન બનાવ્યા હતા.આ લક્ષ્યને ભારતે 4 વિકેટ ગુમાવીને 39 ઓવરમાં પ્રાપ્ત કરી લીધું હતું. ભારત તરફથી મોહમ્મદ અઝહરુદ્દીને 80, રોજર બિન્નીએ 63 રન બનાવ્યા હતા. કેપ્ટન રવિ શાસ્ત્રીએ પણ બોલિંગ દરમિયાન 35 રનમાં 3 વિકેટ લીધી હતી

Most Popular

To Top