Vadodara

પિયરની ચઢામણીથી સાસરિયાને જાનથી મારી નાખવાની ધમકી

વડોદરા: માતા પિતા અને ભાઈની ચઢામણીથી સાસરીયાઓને જાનથી મારી નાખવાની અને દહેજના ગુનામાં ફરસાવી નાણા પડાવવાની ધમકી આપતી પરીણીતાના તેના માતા-પિતા તથા ભાઈ વિરુધ્ધ વૃધ્ધ સસરાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જુના પાદરા રોડ સ્થિત બેન્કર હાર્ટ ઈન્સ્ટીટ્યુટ સામે સુર્યકિરણ ફલેટસમાં રહેતા 65 વર્ષીય છગનભાઈ હરીભાઈ આરદેશણા પટેલે તેમની ફરીયાદમાં જણાવેલ કે તેમની પુત્રવધુ પુજા તેમના પિતા જશમતભાઈ નાનજીભાઈ લોદરીયા માતા દક્ષાબેન ભાઈ રામક્રિષ્ણ વારંવાર અપમાનિત કરીને ઉધ્ધતાઈભર્યું વર્તન કરે છે. મારુ કહ્યુ નહી માતો નો લોહીના આસંુથી રોપડાવવાની ખુલ્લી ધમકી આપતી પુત્રવધુ પુજાના પિતા હૈદરાબાદના નામચીન છે. તેઓ જીવવુ ભારે પાડી દેશે. બે સંતાનોની માતા પુજાએ તેમના પરિચિત ઘનશ્યામભાઈ પટેલને રુ.92 લાખ અપાવવા માટે પણ કલેશ ઉભો કર્યો હતો. વૃધ્ધ બિલ્ડરનું ઘર પરિવાર વારંવાર છોડીને પરિણીતા તેના પિયર હૈદરાબાદ જતી હતી.

સાસરીયાઓ પર ખોટા-ખોટા આક્ષેપ કરતી પરીણીતાને સમજાવવા સમાજના આગેવાનો વચ્ચે સમજાવટ આદરતા સમયે પણ પુજાએ જોરશોરથી સાસરીયાઓને અપમાનિત કર્યા હતા. સાસુનુ સતત અપમાન કરતી પુજા તુ કામવાળી ને લાયક છે. તેવા મેણા-ટોણા મારતી હતી.  ફરીયાદમાં એમ પણ જણાવેલ કે તા.17/9/2020 ના રોજ બંને પૌત્રો અને પુત્રવધુને તેના પિયરમાં કોરોના થયો હતો. હદયરોગ, ડાયાબિટીસ જેવી ગ઼ભીર બિમારીથી ઘેરાયેલા વૃધ્ધ સસરા અને સાસુ અને પતિને કોરોનાની અસર ના થાય તેવા ઈરાદે સસરાએ વડોદરા આવવાની ના પાડવા છતાં આવ્યા હતાં. તેમના સંમ્પર્કમાં આવતા જ પુત્ર અને પત્નીને કોરોના થતા દવાખાને સારવાર લેવી પડી હતી.

Most Popular

To Top