Vadodara

PI દેસાઈએ નાર્કો ટેસ્ટનો આખરી ઘડીએ ઈન્કાર કર્યો

વડોદરા: સ્વીટી પ્રકરણ અંતર્ગત શંકાના દાયરામાં આવી ચૂકેલા પી.આઈ. અજય દેસાઈએ અનેક ટેસ્ટ કરાવ્યા બાદ નાર્કો ટેસ્ટ માટે આખરી ઘડીએ ઈનકાર કરી દેતા સમગ્ર મામલો વધુ પેચિદો બનતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અવઢવમાં પડી ગઈ હતી. વડોદરા જિલ્લા એસઓજી પીઆઈ અજય દેસાઈના લિવ ઈન રિલેશનના પ્રકરણનું રહસ્ય વધુને વધુ ઘેરૂં બનતું જાય છે. તેમની પ્રેમિકા કમ પત્ની સ્વીટીબેન ગૂમ થઈ જવા છતાં ચાર સપ્તાહ સુધી કોઈને જાણ સુધ્ધા થવા ના દીધી. અનેક ભેદભરમ ભરેલા હોય તેવી રહસ્યમય ઘટના અંગે રહી રહીને પોલીસતંત્ર દોડતું થતાં ઠેર ઠેર તપાસ આદરી હતી. પરંતુ લેશમાત્ર ફળદાયી હકિકત સાંપડી ન હતી.  જો કે તપાસ અિધકારીએ પી.આઈ. દેસાઈના સાઈન્ટિફિકલિ અનેક ટેસ્ટ કરાવ્યા હતા. તે તબક્કામાં જ રાજયના ગૃહમંત્રીએ સ્વીટી પ્રકરણની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એટીએસને સોંપવા હુકમ કર્યો હતો.

વડોદરા પોલીસની તપાસમાં તમામ પ્રકારનો સાથ સહકાર આપતા પી.આઈ. દેસાઈએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સમક્ષ નાર્કો ટેસ્ટ કરાવવાનો છેલ્લી ઘડીએ ઈનકાર કરી દેતા તપાસમાં વધુ એક નવો વળાંક આવ્યો હતો. જોકે ભરૂચના અટાલી ગામની સીમમાંથી માનવ કંકાલ મળી આવતા સ્વીટીબેનના પુત્રના ડીએનએ ટેસ્ટ કરાયા હતા. તમામ વૈજ્ઞાનિક ટેસ્ટના રિપોર્ટ ઉપર હવે ક્રાઈમબ્રાંચ આતૂરતાપૂર્વક રાહ જોઈ રહી છે. પોલીસ ઈન્સ્પેકટર પદના અિધકારી ખુદ પોલીસને જ સાથ સહકાર આપતા નથી. જેથી કોકડુ વધુને વધુ ગુંચવાતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાતભરની પોલીસ માટે પડકારરૂપ બની ચૂકેલ સ્વીટી પ્રકરણ કેસમાં ઉકેલ લાવવામાં સૌની મીટ ક્રાઈમબ્રાંચ અને એટીએસ તરફ હવે મંડાઈ રહી છે.

Most Popular

To Top