Charchapatra

વ્યક્તિગત નોંધપાત્ર કાર્યો

દેશના નીચેના ઘટનાક્રમો માત્ર એક તા.10-2-24 નિયમીત વ્યક્તિઓ કરેલા નોંધપાત્ર પ્રદાનની છે જે માટે જે તે વ્યક્તિ અભિનંદનને પાત્ર છે અને આવા નોંધપાત્ર કાર્યો અન્વયે તે કાર્ય કરવા માટે અન્યોને પ્રેરણારૂપ બનેલ છે.  વારાણશીમાં રહેતા સંતોષ સોની નામની એક વ્યક્તિ દ્વારા તાજેતરમાં ચાલી રહેલા પિતૃપક્ષમાં 15000 બાળકીઓનું પિડદાન કરવામાં આવેલ હતુ. વારાણસીના દશાશ્વમેઘ ઘાટ ઉપર 11 પંડિતોની હાજરીમાં આવુ પૂજન કરાયુ હતું દેશમાં દર વર્ષે ગર્ભપાત દ્વારા મારી નાંખવામાં આવતી દિકરીઓ પાછળ સંતોષ પિડદાન કરે છે.

સંતોષ બાળકીઓને બચાવ્યા અને ગર્ભપાત રોકવા માટે દરવર્ષે આવી નિ:સ્વાર્થ સામાજીક ઝુંબેશ ચલાવે છે જે નોંધપાત્ર ગણી શકાય. તેણે છેલ્લા દસ વર્ષમાં આવી કુલ 82000 બાળકીઓનું પિડદાન કરેલ છે અને તેમને મોક્ષ મળે તેવી પ્રભુ પ્રાર્થના કરે છે. દિલહીમાં એક 26 વર્ષીય પૂજા નામની મહિલાએ પોતાના જીવનના દુ:ખને એક મિશનમાં પરિવર્તીત કરેલ છે પોતાના ભાઈના મૃત્યુબાદ. તેમણે છેલ્લા બે વર્ષમાં લગભગ 4000 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરેલ છે.આ તમામ મૃતદેહોને હોસ્પિટલમાં ઘણા સમય સુધી કોઈ સ્વજ લેવા ન આવતા પૂજાએ પરિવારના સભ્યની જેમ ેતમની અંતિમ વિધિ પોલીસ અને હોસ્પટલના સંપર્કમાં રહીને કરેલ અને પોતાના ભાઈની હત્યા બાદ આગાતમાં સરી પડેલ દિલ્હીની પૂજાએ આ રીતે પરોપકારમાં મન પરોવેલ હતુ અને આવુ નોંધપાત્ર કાર્ય કરેલ છે.

દેશમાં આજે જયારે ચારેકોરે ભ્રષ્ટાચારોની બોલવાળા છે ત્યારે ભ્રષ્ટાચારના વિરોધમાં એક મથુરાવાસીએ માત્ર 20 રૂપિયા પરત લેવાનો કેસ કરેલ છે. જે 23 વર્ષની લાંબી કાયદાકી લડત પછી જીત મેળવેલ છે. તુગનાથ ચતુર્વેદી નામની વ્યક્તિ મથુરા છાવણી પર ટીકીટી લેવા ગયા હતો. ટીકીટબારી પર ટીકીના 100 રૂપિયા આપતા કાઉન્ટર કલાર્ક 70 રૂપિયાના બદલે 90 રૂપિયા કાપ્યા હતા અને બાકી નીરકમ પણ પરત કરેલ નહોતી. 120 થી વધુ સુનાવણી બાદ જીલ્લા ગ્રાહક દોરેમે તુગનાથ ચતુર્વેદીને 12 ટકા વ્યાજ સાથે 20 રૂપિયાનો કેસ 23 વર્ષ જેવા લાબા સમય બાદ જીતેલ છે તુગનાથ ચતુર્વેદીએ જણાવે છે કે આ કેસ 20 રૂપિયા માટે નહી પણ જનહિતમાં લેવાયેલ છે. ઉપરોકત ત્રણેય વ્યક્તિઓને દેશ અનેસમાજન હિતના નોંધપાત્ર મુદાના માટે કેન્દ્ર સરકાર શું પદ્મ શ્રી લેવાઈ ન આપવો જોઈએ?
અમદાવાદ         –પ્રવિણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

સમય, સંબંધ, મૂડીનું યોગ્ય સંચાલન જરૂરી છે
આજના આધુનિક યુગમાં વ્યક્તિએ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે સંઘર્ષ કરવો અનિવાર્ય છે અને આજના યુગમાં તમારા અસ્તિત્વને ટકાવી રાખવા માટે મુખ્યત્વે મૂળભૂત પાયા રૂપી સમય, સંબંધ અને મૂડી નાણાંનું યોગ્ય આયોજન સંચાલન અને અમલીકરણ ખૂબજ જરૂરી છે. જેમ કે સમયની કિંમત સમય હાથમાં ચાલ્યા ગયા પછી જ ખબર પડે છે એટલે દરેક ક્ષેત્રમાં સમયનું યોગ્ય આયોજન જરૂરી છે.

સમાજ અને મિત્રો સાથે સારો સંબંધ જાળવી રાખવા અને આજીવન ટકાવી રાખવા તેમના સંર્પકમાં રહેવા યોગ્ય સંચાલન જરૂરી બને છે અને  જીવનનિર્વાહ માટે ખૂબ જ જરૂરી એવા  મહેનતના નાણાં મૂડી ને વર્તમાન પરિસ્થિતિનો બુદ્ધિ પૂર્વક અભ્યાસ કરી વધુ આવક થાય એવી નફાકારક એવી બેંકોની એફડી, શેરબજાર કે ગોલ્ડ રોકાણ કરવા યોગ્ય આયોજન અને મેનેજમેન્ટ ખૂબ જ અનિવાર્ય છે. જે વ્યક્તિને આર્થિક રીતે વધુ મજબૂત અને સધ્ધર બનાવવામાં સહાયરૂપ બને છે. ટૂંકમાં સમય, સંબંધ, મૂડીનો યોગ્ય વહીવટ જ તમારા વ્યક્તિત્વનું નિર્માણ કરે છે.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top