Dakshin Gujarat

પારડીમાં સલમાન ખાનના બંધ ફ્લેટનું તસ્કરોએ તાળું તોડ્યું

સુરત : શિયાળાની મોસમ સાથે તસ્કરો પોતાના કામે લાગી ગયા છે. ત્યારે પારડીમાં (Pardi) એક બિલ્ડીંગના (Building) એક સાથે 4 બંધ ફ્લેટના તાળા તૂટતા પોલીસ (Police) એલર્ટ થઇ ગઇ છે. પારડી વિશ્રામ હોટલની બાજુમાં આવેલા અલ્મદીના કોમ્પ્લેક્સમાં ગતરાત્રીના 4 બંધ ફ્લેટ પૈકી 102 માં રહેતા સલમાન ખાન, (Salman Khan) ફ્લેટ ન. 104 માં રહેતા મહમદ ઉમર તનવર ઝાકીર હુસેન, 105 માં રહેતા ફૈજલ શેખ અને 203માં રહેતા મહેબૂબ મુલ્લા બહારગામ ગયા હતા. ચારેય બંધ ફ્લેટના તાળા તોડી તસ્કરોએ અંદર પ્રવેશી સામાન વેર-વિખેર કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો.

  • શિયાળાની મોસમમાં તસ્કરો પોતાના કામે લાગી ગયા
  • પારડીમાં એક બિલ્ડીંગના એક સાથે 4 બંધ ફ્લેટના તાળા તૂટતા પોલીસ એલર્ટ થઇ ગઇ
  • ચારેય બંધ ફ્લેટના તાળા તોડી તસ્કરોએ અંદર પ્રવેશી સામાન વેર-વિખેર કરી ચોરીનો પ્રયાસ કર્યો

ઠંડીની સિઝનમાં બંધ મકાનને તસ્કરો નિશાન બનાવતા હોય છે
જેની જાણ ફ્લેટ ધારકોને થતા બહારગામથી પારડી આવી પહોંચ્યા હતા. અને તસ્કરો કેટલા મત્તાની ચોરી કરી ગયા જે અંગે પારડી પોલીસ મથકે જાણ કરી હતી. પરિવાર સાથે મુંબઈ ગયેલા મહમદ ઉમર તનવર ઝાકીર હુસેનના પરિવારને ચોરી અંગે ટેલિફોનિક જાણ કરી હતી. તેઓએ પારડી આવી પહોંચી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં સોનાના પત્તા, 3 જોડી ચાંદીના પાયલ, કાનની બુટ્ટી, રોકડા 10 હજાર સહીત 54 હજાર મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. ઠંડીની સિઝનમાં બંધ મકાનને તસ્કરો નિશાન બનાવતા હોય છે. ત્યારે મકાન માલિકો ધ્યાન રાખે અને પોલીસ પણ પેટ્રોલિંગ વધારે તેવી લોકોમાં બૂમ ઉઠી છે.

બીલીમોરાના નિવૃત પોલીસ જમાદારની બાઈક ચોરાઈ
બીલીમોરા : બીલીમોરામાં રહેતા નિવૃત્ત પોલીસ જમાદારની બાઈક તેમના જ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાય છે.બીલીમોરાના સ્ટેશન રોડ પર ખાડા માર્કેટની ગણેશ કૃપા એપાર્ટમેન્ટમાં રહેતા મલેકભાઈ મહેબૂબમિયા ઉસ્માનમીયાએ તેમની હીરો પેશન મોટરસાયકલ નંબર GJ 21 F 6200 પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાક કરી હતી, જે મંગળ અને બુધવારની મધ્યરાત્રે કોઈક બાઇક ચોરી કરી જતા રૂપિયા 20 હજારની મોટરસાયકલની ચોરીની ફરિયાદ મલેકભાઈએ બીલીમોરા પોલીસ સ્ટેશન નોંધાવતા પોલીસ તપાસ કરી રહી છે.

Most Popular

To Top