India

વામપંતી ની રાજનીતિ સામે મોટો પડકાર

બંગાળથી ત્રિપુરા સુધી કમજોર થયેલી વામ શક્તિ, હવે કેરળમાં બદલી શકે રમત

દેશની રાજનીતિમાં એક સમય એવું હતું જ્યારે વામપંથી પક્ષો પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને કેરળ જેવા રાજ્યોમાં મજબૂત આધાર ધરાવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વામ રાજનીતિની અસર સતત ઘટતી જોવા મળી રહી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં તેમની પકડ લગભગ સમાપ્ત થઈ ગઈ છે, જ્યારે હવે કેરળમાં પણ રાજકીય સમીકરણ બદલાઈ શકે તેવી ચર્ચા તેજ બની છે.

પશ્ચિમ બંગાળમાં એક સમય ૩૦ વર્ષથી વધુ સમય સુધી વામ મોરચાની સરકાર રહી હતી, પરંતુ ૨૦૧૧ પછીથી ત્યાં તૃણમૂલ કોંગ્રેસનો દબદબો વધી ગયો છે. ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં તો વામપંથી પક્ષોને એક પણ બેઠક મળી નહોતી, જે તેમના માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવ્યો હતો.હાલ ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં પણ મુખ્ય મુકાબલો તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોવા મળી રહ્યો છે, જ્યારે વામપંથી પક્ષોની ભૂમિકા સીમિત થઈ ગઈ છે.

ત્રિપુરામાં પણ વામપંથી પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપના ઉદય પછી તેમની સ્થિતિ કમજોરી થઈ ગઈ છે. ૨૫ વર્ષ સુધી સત્તામાં રહેલા વામ મોરચાની સરકાર અહીંથી હટી ગઈ હતી અને ત્યારથી તેમની રાજકીય અસર સતત ઘટતી ગઈ છે.રાષ્ટ્રીય સ્તરે પણ વામપંથી પક્ષોની સંસદીય હાજરીમાં ઘટાડો નોંધાયો છે. એક સમયે કેન્દ્રની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર વામપંથી પક્ષો હવે માત્ર થોડા જ પ્રદેશોમાં સીમિત રહી ગયા છે અને લોકસભામાં તેમની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

હવે નજર કેરળ પર છે, જેને વામપંથી પક્ષોનું છેલ્લું મજબૂત ગઢ માનવામાં આવે છે. અહીં લાંબા સમયથી એલડીએફ અને યુડીએફ વચ્ચે સત્તા બદલાતી રહેવાની પરંપરા રહી છે, પરંતુ તાજેતરના રાજકીય અંદાજ મુજબ કોંગ્રેસને અહીં વધતી તક મળી શકે છે, જે વામપંથી પક્ષો માટે પડકારરૂપ બની શકે છે.રાજ્યમાં વધતી વિરોધી લહેર, વિકાસના મુદ્દાઓ અને રાજકીય સ્પર્ધા વચ્ચે એલડીએફ માટે સત્તા જાળવવી સરળ નહીં રહે એવી ચર્ચા ચાલી રહી છે.

વિશ્લેષકોનું માનવું છે કે દેશની બદલાતી રાજકીય પરિસ્થિતિ, પ્રદેશ આધારિત પાર્ટીઓનો ઉદય, કોંગ્રેસ સાથેના ગઠબંધનના પ્રયોગો અને નવી રાજકીય વ્યૂહરચનાની અછત જેવા કારણો વામ રાજનીતિને નબળી બનાવતા પરિબળો છે. આવી સ્થિતિમાં જો કેરળમાં પણ સત્તા ગુમાવવાની સ્થિતિ ઉભી થાય તો દેશની રાજનીતિમાં વામપંથી પક્ષોની અસર વધુ સીમિત થઈ શકે છે.

Most Popular

To Top