Vadodara

અકોટા ચાર રસ્તા પર પારાવાર ટ્રાફીક સમસ્યા

વડોદરા: શહેરના કોઈપણ જાહેર માર્ગ એવા નથી કે જ્યાં ટ્રાફિક સમસ્યાઓ સર્જાતી ના હોય. સ્માર્ટ સિટી નું વરવું રૂપ જોઈને કોઈપણ નાગરિક આસાનીથી કહી શકે તંત્ર આવી અવ્યવસ્થા કરી ને સ્માર્ટ સિટી કેવી રીતે કહે છે. પશ્ચિમ વિસ્તારને જોડતો અકોટા બ્રિજ ધોરી નસ સમાન બની ગયો છે જ્યારથી બન્યો છે ત્યારથી દાંડિયા બજાર ચાર રસ્તે બેહદ ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે એક તરફ પાલિકા તંત્ર ઉદાસીનતા દાખવે છે તો બીજી તરફ પોલીસ તંત્ર ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા માટે મુક પ્રેક્ષક જેવી બની ગઈ છે. ગત રાત્રે 11:00 વાગે ચાર રસ્તા પર એક પણ ટ્રાફિક જવાન હાજર ન હતો  રાવપુરા પોલીસ મથકનો માત્રને માત્ર એક જ કોન્સ્ટેબલ હજારો વાહનોના ટ્રાફિકનું સંચાલન કરી રહ્યો હતો જેના પગલે ટ્રાફિક વ્યવસ્થા કરવા હતા દૂર દૂર સુધી તમામ માર્ગો પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન ચાલકો વચ્ચે જેવા ઘર્ષણ પણ જોવા મળતા હતા.

રાત્રે તમામ ભાવદારી વાહનો રાજમહેલ રોડ પરથી શહેરમાં અવરજવર કરતા હોવાના કારણે વાહન વ્યવહાર પણ ખોવાઈ ગયો હતો તો બીજી તરફ ટ્રાફિક સિગ્નલો પણ ખોટકાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું આટલા મોટા તંત્રને લેસ માત્ર જાણકારી નહીં હોય કે દાંડિયા બજારના જાહેર માર્ગ ઉપર બેહદ ટ્રાફિક ભારણ છે? અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસ કમિશ્નર કચેરી માંથી નજર કરે તો પણ ટ્રાફિક વિભાગને અકોટા ચાર રસ્તા નો ટ્રાફિક નજરે પડી જાય, પરંતું કોના ઇશારે નજઅંદાજ કરાઈ રહ્યું છેએવી ચર્ચા ઠેર ઠેર સાંભળવા મળી છે

Most Popular

To Top