Vadodara

વડોદરા : પ્રેમિકા સાથે લગ્ન કરવા અને નવું મકાન ખરીદવા ચોરી કરતા તસ્કર સહિત બે ઝડપાયા

બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ મકાન અને મંદિર મળી ચાલ જગ્યા પર ચોરીને અંજામ આપ્યો
ક્રાઈમ બ્રાન્ચે આજવા રોડ પર એકતાનગર પાસેથી બાઈક સાથે બંનેને દબોચી બાપોદ પોલીસને સોંપ્યા

પ્રતિનિધિ વડોદરા તા.23

આજવા રોડ પર રહેતા તસ્કરે પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવા અને લગ્ન બાદ નવ મકાન ખરીદવા માટે સાગર સાથે મળી ચોરીને અંજામ આપતો હતો. બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મકાન અને મંદિર મળી ચાર જગ્યા પરથી બે તસ્કરોએ સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રુ.8.50 લાખની ચોરી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે બંને ચોરોને આજવા રોડ પર એકતા નગર પાસેથી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 8.95 લાખના મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી માટે બાપોદ પોલીસને સુપ્રત કરાયા છે.
વડોદરા શહેરમાં દિન-પ્રતિદીન ઘરફોડ ચોરીના ગુનાઓ વધતા જાય છે. જેથી ઘર ફોડ ચોરી અટકાવવા તથા અગાઉ બનેલા ચોરીના અનડીટેકટ ગુનાઓ ડીટેક્ટ કરવાની સૂચના કરાઈ હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ સીસીટીવી ફુટેજ,ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે મિલ્કત સબંધી ગુનો કરવાની એમ ઓ ધરાવતા શખ્સો ઉપર ખાનગી રાહે વોચ રાખી શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પી.એમ.ધાખડા તથા તેમની ટિમના માણસોએ પેટ્રોલીંગ દરમિયાન આજવા રોડ સયાજીપાર્ક – એકતાનગર જવાના ચાર રસ્તા પાસે તપાસ કરતા બાઈક સાથે બે શંકાસ્પદ જણાયા હતા. બન્ને જણા ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઇ બાઈક લઈ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ બન્નેને ક્રાઈમ બ્રાન્ચે બંનેને બાઈક સાથે અજય ઉર્ફે અજલો ઉર્ફે કાળીબોટી કમલેશભાઇ રાજપુત (રહે. પુનમનગર, આજવા રોડ વડોદરા ) તથા આમીર ઉર્ફે અજ્જુ ઇકબાલભાઇ વ્હોરા (રહે. ખોડિયારનગર વ્હાઇટ વડોદરા)ને ઝડપી પાડ્યા હતા. તેમની ઝડતી તપાસ કરતા તેઓ પાસેથી સોનાચાંદીના દાગીનાઓ તેમજ રોકડા રૂ.35 હજાર મળી આવ્યા હતા. બન્ને પાસેથી સોનાચાંદીના દાગીનાઓનુ બીલ કે આધાર-પુરાવા ન હોય જેથી તેઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યા બાદ તેમની સઘન રીતે પુછપરછ કરતા અજય ઉર્ફે અજલો ઉર્ફે કાળીબોટી કમલેશભાઇ રાજપુતે છેલ્લા પાંચ મહીનામાં બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર જગ્યા પરથી સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી હાલ સુધી કુલ કી.રૂ.8.55 લાખ મુદ્દામાલ કબજે કરવામાં છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચાર અનડીટેકટ રાત્રી ઘરફોડ ચોરીના ગુનાઓના ભેદ ખુલેલ હોય ચાર ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ થયેલ હોય આરોપી સહિત મુદ્દા માલ આગળની વધુ તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશનમાં સોંપાયા છે.

Most Popular

To Top