Dakshin Gujarat Main

મહારાષ્ટ્રથી ટામેટાં ભરી સુરત જતો ટેમ્પો બારડોલી નજીક પલટી જતાં 3ના મોત, 7 ઘાયલ

બારડોલી: હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતાં વાહનો વચ્ચે અવારનવાર અકસ્માત થતા રહે છે. આવી જ એક ઘટના આજે મળસ્કે બારડોલી નજીક બની છે. મહારાષ્ટ્રથી આવેલી ટામેટાં ભરેલી ટ્રક મળસ્કે બારડોલી હાઈવે પર પલટી મારી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં 3 લોકોના કમભાગી મોત થયા છે, જ્યારે 7 લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

મહારાષ્ટ્રના સતારાથી ટામેટા ભરેલી ટ્રક ધુલિયા હાઈવે પરથી સુરત તરફ જઈ રહી હતી. સુરતની એપીએમસી માર્કેટમાં ટામેટાં ડિલીવર કરવા આ ટ્રક નીકળી હતી. મળસ્કે આ ટ્રક બારડોલી નજીક કીકવાડ ગામની સીમ પાસે પહોંચી ત્યારે અકસ્માત થયો હતો. ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અચાનક ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પોમાં મોટા પ્રમાણમાં કેરેટમાં ટમેટાં ભરેલા હોય ટેમ્પો પલટી મારતા કુલ દસ વ્યક્તિઓ કેરેટ નીચે દબાયા હતા.

એક જ ગામના 3નાં મોત
આ અકસ્માતમાં ત્રણ જણાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 7ને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક બારડોલી ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે બારડોલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને ત્રણેયના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. મરનાર પૈકી પીન્ટુ પીરાજી પવાર, ભાવસા પાંડુ માળી તેમજ સોનું એકતા પાટીલ આ ત્રણ મૃતકો તેમજ અન્ય સાત જેટલા ઇજાગ્રસ્તો તમામ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સતાણા તાલુકાના ખામતાને ગામના હોવાનું સામે આવ્યું છે.

મૃતકના નામ

  • પિન્ટુ પિરાજી પવાર (ઉં.વ.40 રહે.ખામતાને તા. સટાણા જી.નાશિક મહારાષ્ટ્ર)
  • ભાવસા પાંડુ માળી (ઉં.વ. 40 રહે.ખામતાને તા.સટાણા જી.નાશિક મહારાષ્ટ્ર)
  • સોનુ એકતા પાટીલ (ઉં.વ. 35 રહે.ખામતાને તા. સટાણા જી.નાશિક મહારાષ્ટ્ર)

ઇજાગ્રસ્ત

  • તુલસીરામ ચીંતામણી સોનવણે (ઉં.વ.35 રહે.તવાળે તા. સટાણા જી.નાશિક મહારાષ્ટ્ર)
  • સંતોષભાઇ ખુલજીભાઇ પવાર ઉ.વ. 40 રહે.ખામતાને તા. સટાણા જી.નાશિક મહારાષ્ટ્ર)
  • બાબાજી કંકુવા પવાર (ઉં.વ. 30 રહે.ખામતાને તા. સટાણા જી.નાશિક મહારાષ્ટ્ર)
  • આકાશભાઇ ભરવ માળી (ઉં.વ.30 રહે.ખામતાને તા. સટાણા જી.નાશિક મહારાષ્ટ્ર)
  • ક્રિષ્ના સુરેશભાઇ પવાર (ઉં.વ.12 રહે.ઔધાનીપાડા તા.બાગવાલ જી.નાશિક મહારાષ્ટ્ર)
  • રાકેશભાઈ મંછારામ બોરસે (ઉં.વ.આ. 35 રહે.ઔધાનીપાડા તા.બાગવાલ જી.નાશિક મહારાષ્ટ્ર)
  • રાજેન્દ્ર દુબળા તાળીસ (ઉં.વ.48 રહે. કેરસાન તા.સતાના જી.નાશિક મહારાષ્ટ્ર)

Most Popular

To Top