SURAT

VIDEO: ડીંડોલીના યુવકની જાહેરમાં હત્યા કરનારા 4 આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું, હાથ જોડ્યાં…

સુરત: ગયા અઠવાડિયે ડીંડોલીમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ મૃતક ના સમાજે રસ્તા પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કેસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ ચારેય આરોપીનું ડીંડોલીના રસ્તા પર સરઘસ કાઢ્યું હતું. સરઘસ દરમિયાન આરોપીઓએ હાથ જોડી લોકોની માફી માંગી હતી.

સુરતના ડિંડોલી વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં હત્યાનો બનાવ બન્યો હતો. યુવકની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. જેથી પોલીસે ગણતરીના સમયમાં જ સગીર સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા હતાં. આરોપીઓએ જાહેરમાં હત્યા કરી ડરનો માહોલ પેદા કર્યો હતો. જેથી ચારેય આરોપીઓને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીઓએ સરઘસ વખતે લોકોની હાથ જોડીને માફી માગી હતી.

ડિંડોલીના બિલિયાનગર સોસાયટીમાં યુવકની જાહેરમાં હત્યા કરાઈ હતી. અતુલ યાદવ નામના યુવકને બે લોકોએ હથિયારોના ઘા ઝીંકી પતાવી દીધો હતો. બે યુવકો જાહેરમાં યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ (ઉં.વ.21), અભિષેક ઉર્ફે કાલીયા અખિલેશ પાઠક (ઉં.વ.18), મુકેશ ભનુભાઇ મેર તથા અન્ય એક બાળકિશોરની ધરપકડ કરી હતી.

લોકોએ બ્રિજ પર ટ્રાફિક જામ કર્યો હતો
આરોપીઓની ધરપકડ કરી લેવાયા બાદ પણ સ્થાનિક લોકોનો રોષ ઓછો થયો ન હતો. 21મી મેના રોજ બિલિયાનગર સોસાયટીના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તોડફોડ કરી હતી. બ્રિજ બંધ કરી વિરોધ દર્શાવાયો હતો. બે રિક્ષામાં ટોળા દ્વારા તોડફોડ કરાઈ હતી.

Most Popular

To Top