World

પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનના કાટમાળમાં આખુ ગામ દબાયું, 100થી વધુ લોકોના મોત

નવી દિલ્હી: પાપુઆ ન્યુ ગિનીના (Papua New Guinea) એન્ગા પ્રાંતના કાઓકલામ ગામમાં એક વિશાળ ભૂસ્ખલન (Landslide) થયું હતું. અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં 100 થી વધુ લોકોના મોતનો અંદાજ છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો ભૂસ્ખલનના કાટમાળમાં દટાયેલા છે. ત્યારે ગ્રામજનોએ ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં મૃતદેહો (Dead Bodies) બહાર કાઢ્યા હતા. હાલમાં આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોનો સત્તાવાર આંકડો હજુ સામે આવ્યો નથી.

આ મામલે અહેવાલો સામે આવ્યા છે કે ભૂસ્ખલન પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં એન્ગા પ્રાંતના કાઓકલામ ગામમાં સવારે 3 વાગ્યે થયું હતું. જે ગામમાં ભૂસ્ખલન થયું હતું તેનું નામ કૌકલમ હોવાનું સામે આવ્યું છે. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પ પાસેથી મળેલી માહિતીના આધારે આ ઘટનામાં 100 થી વધુ લોકોના મોત થયા છે.

કેવી રીતે થયો અકસ્માત?
રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે લોકો પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા. ત્યારપછી સતત વરસાદને કારણે પહાડનો એક હિસ્સો તૂટી પડ્યો હતો. પહાડ પરથી નીચે વહી ગયેલા કાટમાળમાં આખું ગામ ગામ દબાઇ ગયું હતું. લોકોને બચવાની તક પણ ન મળી. ભૂસ્ખલન દરમિયાન કાટમાળની સાથે મોટા પથ્થરો અને વૃક્ષો પણ ધોવાઈ ગયા હતા. ગામ તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
ગામમાં રહેતા રહેવાસીઓનું કહેવું છે કે મૃત્યુઆંક 100થી વધુ હોઈ શકે છે. જોકે, અધિકારીઓએ હજુ સુધી આ આંકડાની પુષ્ટિ કરી નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે સ્થાનિક લોકો ત્યાં દટાયેલા મૃતદેહોને બહાર કાઢી રહ્યા છે. સમગ્ર મામલે એન્ગા પ્રાંતીય વહીવટીતંત્રનું કહેવું છે કે તેમણે અકસ્માતને કારણે થયેલા નુકસાનનું ઝડપથી મૂલ્યાંકન કરવા માટે કટોકટી કાર્યવાહી ટીમની રચના કરી છે.

મૃતદેહ શોધવામાં મકાન અડચણરૂપ બની રહ્યું છે.
આ દુર્ઘટના અંગે પોરગેરા વુમન ઇન બિઝનેસ એસોસિએશનના પ્રમુખ એલિઝાબેથ લારુમાએ જણાવ્યું કે ભૂસ્ખલનને કારણે ઘણા મકાનો ધરાશાયી થયા છે. તેમજ ભૂસ્ખલન સ્થળ પર ઘણા વૃક્ષો અને છોડ છે જે ભૂસ્ખલનમાં નાશ પામ્યા છે. જેના કારણે ત્યાં ઝડપથી મૃતદેહો મળવા મુશ્કેલ બની રહ્યા છે.

લારુમાએ વધુમાં જણાવ્યું ભૂસ્ખલનને કારણે પોરગેરા શહેરમાં પહોંચવાનું અશક્ય થઈ ગયું છે, જ્યાં એક મોટી સોનાની ખાણ આવેલી છે, આ દરમિયાન, પ્રમુખ એલિઝાબેથ લારૂમાએ PNG સરકાર અને NGOને આ વિસ્તારમાં તાત્કાલિક મદદ કરવાની જાહેરાત કરી છે .

Most Popular

To Top