Top News

More Posts

   The Latest

Most Popular

સુરતઃ શહેરના પાંડેસરા ખાતે રહેતી ધોરણ-૧૦માં અભ્યાસ (Study) કરતી તરૂણીને પડોશી યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ હતું. બનાવવી જાણ ત્યારે થઈ જ્યારે તરૂણીને પેટનાં દુઃખાવો ઉપડતા પિતા (Father) નવી સિવિલમાં (New Civil) લઈ જતા ત્યાં તપાસ બાદ તબીબોએ આઠ માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેથી તરૂણીના પિતાએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ (Police Complaint) નોંધાવી હતી.

પાંડેસરા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની આવેલી સોસાયટીની ૧૬ વર્ષની સગીરા સાથે શિવા રાઠોડ નામના યુવકે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી હોવાની ફરિયાદ સગીરાના પિતાએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદ નોંધાવના સગીરાના પિતા પાંડેસરા જી.આઇ.ડી.સી.માં આવેલી ડાઈંગ પ્રિન્ટીંગ કંપનીમાં નોકરી કરે છે. તેમને સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે. તેમની દિકરી ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે. તેના પેટમાં દુઃખાવો થતાં પિતા નવિ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં રિપોર્ટ કરાવતા ડોક્ટરે તપાસીને તરૂણીને ૮ માસનો ગર્ભ હોવાનું કહેતા માતા-પિતા ચોંકી ઉઠ્યા હતા. યુવકે આ બાબતે તેની દિકરીને પુછતા આજથી એકાદ વર્ષ પહેલા તેમના મકાનની બાજુમાં રહેતા શિવા રાઠોડ સાથે તેની ઓળખ થઈ હતી. બંને વચ્ચે અવાર-નવાર વાતચીત થતા એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. ડિસેમ્બર ૨૦૨૧ના મહિનામાં શિવા રાઠોડ રાત્રે આશરે બારેક વાગે તરૂણીને તેના રૂમમાં બોલાવી લઈ ગયો હતો. અને તેની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હોવાનું તરૂણીએ જણાવ્યું હતું. જેથી આ અંગો પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

યુવકને જાણ કરી તો ત્રણેક દિવસ પહેલા વતન ભાગી ગયો
આ ઘટના બાદ તરૂણીને માસિક નહીં આવતા તેને આ બાબતે શિવા રાઠોડને કહ્યું હતું. ત્યારે તેણે તું ચિંતા ના કરીશ માસિક આવી જશે તેવું કહીને સમજાવ્યું હતું. દરમિયાન શિવા રાઠોડ છેલ્લાં બે ત્રણ દિવસ પહેલાં જ તેના વતન ખંડવા મધ્યપ્રદેશ ખાતે જતો રહ્યો હતો. તરૂણીના પિતાએ શિવાને ફોન કરી સુરત આવવા કહેતા તેને સુરત આવવાની ના પાડી હતી.

To Top