Business

લોકપ્રિય ઓટો કંપની LML ભારત પરત ફરવા જઈ રહી છે

80ના દાયકાની લોકપ્રિય ઓટો કંપની LML ભારત પરત ફરવા જઈ રહી છે. 29 સપ્ટેમ્બરે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (Two Wheeler) સાથે તે ભારતમાં પ્રવેશ કરશેે. 80ના દાયકામાં ચાલતા ટુ-વ્હીલર કે સ્કૂટ (Schooter)ર જો તમને યાદ હોય તો તેમાં સૌથી વધુ લોકપ્રિય વાહન હતું LML. હવે આ જ વાહનમાં તમને સેર કરાવવા માટે કંપની ભારતીય બજારમાં ફરી એન્ટ્રી લેવા જઈ રહી છે.

જો તમને 80ના દાયકાની ટુ-વ્હીલર બાઇક કે સ્કૂટર યાદ હશે તો તમને LML વાહન ચોક્કસ યાદ હશે. આ કંપની ભારતીય બજારમાં ફરી પ્રવેશ કરવા જઈ રહી છે. 29 સપ્ટેમ્બર 2022ના રોજ કંપની ત્રણ નવા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સાથે ઉતરશે. ભારત ઇલેક્ટ્રિક વાહનોનું હબ બની ગયું છે. દુનિયાની તમામ નાની-મોટી કંપનીઓ ભારતમાં બિઝનેસ કરવા માંગે છે. કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી પણ આપી રહી છે. ત્યારે હવે આ વાહન ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની ઇચ્છા ધરાવનારાઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.

પ્રારંભિક તબક્કામાં કંપનીનું ફોકસ ઈ-હાઈપર બાઈક, ઈ-બાઈક અને ઈ-સ્કૂટર પર રહેશે. એલએમએલ (LML Electric) કંપનીના MD અને CEO ડો. યોગેશ ભાટિયા એ કહ્યું છે કે તેઓ ભારતીય બજારને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેઓ ઈચ્છે છે કે 80-90ના દાયકામાં કંપની ગ્રાહકોની પ્રથમ પસંદગી બની હતી તેવી જ રીતે આ વખતે પણ તે ગ્રાહકોની પ્રથમ પસંદગી બને. તે મુકામ પર કંપનીને પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

29 સપ્ટેમ્બરે લોન્ચ થશે
એલએમએલના લોન્ચ વિશે માહિતી આપતાં ભાટિયાએ કહ્યું કે અમારા પ્રથમ 3 ઇલેક્ટ્રિક વાહનો 29 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે. જ્યાં અમે એ સુનિશ્ચિત કરીશું કે ઈલેક્ટ્રિક વાહનોનું ભવિષ્ય કેવું હશે અને ઉચ્ચ કક્ષાની ટેક્નોલોજીની મદદથી તેને કેવી રીતે સુધારી શકાય. અમે આશા રાખીએ છીએ કે અમારું વાહન ટૂંક સમયમાં ભારતીય બજારમાં સૌથી વધુ પ્રિય વાહનોની યાદીમાં સામેલ થશે.

કેવી હશે ડિઝાઈન
કંપનીનો દાવો છે કે તેણે ઇલેક્ટ્રિક વાહનો બનાવવામાં એડવાન્સ એન્જિનિયરિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. તેમજ કંપનીની ડિઝાઇનને કૂલ લુક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કંપની તેની યુએસપીને મજબૂત કરવાની દિશામાં પણ કામ કરી રહી છે.

LML નો ઇતિહાસ
LML (લોહિયા મશીનરી લિમિટેડ)ની સ્થાપના 1972માં થઈ હતી. તે સ્કૂટર, મોટરસાયકલ, મોપેડ તેમજ પાર્ટસ અને એસેસરીઝના ઉત્પાદન અને વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલી અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદન કંપની છે. કંપનીનું હેડક્વાર્ટર કાનપુરમાં છે. કંપની તેના ઉત્પાદનોની અમેરિકા, આફ્રિકા, લેટિન અમેરિકા, ન્યુઝીલેન્ડ સહિત વિશ્વના વિવિધ દેશોમાં નિકાસ કરે છે. કંપની 80-90ના દાયકામાં ભારતીય બજાર પર પ્રભુત્વ ધરાવતી હતી.

Most Popular

To Top