Dakshin Gujarat

અંકલેશ્વરમાં કારનો કાચ તોડી લાખોની ઉઠાંતરીમાં અમદાવાદની છારા ગેંગના બે પકડાયા

અંકલેશ્વર : અંકલેશ્વરમાં (Ankleshwar) થોડા દિવસો પહેલા બે કારના (Car) કાચ તોડી રોકડા (Cash) રૂપિયા ભરેલ બેગોની ઉઠાંતરીના બનેલા બે બનાવમાં ભરૂચ LCBએ રોકડા રૂપિયા 2 લાખ તથા ગુનામાં ઉપયોગ થયેલી મોટર સાઇકલ સાથે છારા ગેંગના બે સાગરિતોને અમદાવાદ શહેર (Ahmedabad) સરદારનગર વિસ્તારમાંથી પકડી પાડ્યા છે. આ ચોરોએ અંકલેશ્વર GIDCમાં આવેલ ખુશ હાઇટ્સના પાર્કિંગમાં ફોરવ્હીલ ગાડી પાર્ક કરી નવું મકાન જોવા ગયેલા વ્યક્તિની કારનો કાચ તોડી રોકડા રૂપિયા 3.50 લાખ ભરેલ બેગની ઉઠાંતરી કરી હતી. આ ઉપરાંત 24 ઓગસ્ટે અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ ખાતે યુવાન પોતાની બ્રેઝા ફોરવ્હીલ ગાડી લઇ પસાર થતા હતો. તેની સાથે બાઈક સવાર ચોરોએ અથડાવી બબાલ કરી કાચ તોડી આગળની સીટ પર મુકેલી રોકડા રૂપિયા 9.11 લાખ ભરેલી બેગની ઉઠાંતરી કરી નાશી ગયા હતા.

  • આરોપીઓએ સુરત જિલ્લાના કામરેજ HDFC બેંક નજીક ચીલઝડપ કર્યાની કબૂલાત કરી
  • બે આરોપીને અમદાવાદથી પકડી 2 લાખ કબજે કર્યા, હજી 2 આરોપી વોન્ટેડ

આ ગુનો ઉકેલવા ભરૂચ LCB ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો દ્વારા રૂટ ઉપરના CCTV ફુટેઝ થકી ગુનો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં ચીલઝડપના બંને ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અમદાવાદ શહેરમાં છે. ત્યાં પોલીસે વોચ ગોઠવી જુગનુ ઉર્ફે જીગ્નેશ દિનેશભાઈ ઘાંસી અને નિલેશ ઉર્ફે કાલા પૃથ્વીસિંહ મીનેકર (બને રહે. છારા નગર કુબેરનગર અમદાવાદ)ને સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોકડા રૂપિયા 2 લાખ તથા ગુનામાં ઉપયોગ થયેલ હોન્ડા યુર્નિકોર્ન મોટર સાઇકલ સાથે ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓએ સુરત જિલ્લાના કામરેજ HDFC બેંક નજીક ચીલઝડપ કર્યાની કબુલાત કરી છે.

જ્યારે તેમના સાગરિતો દીપક ધીરૂભાઇ બજરંગે અને મયુર દીનેશભાઇ બજરંગેને પોલીસે વોન્ટેડ જાહેર કરાયા છે. આરોપીઓ ગુજરાતમાં આંગડિયા પેઢી કે બેન્કમાંથી રોકડા લઈ કારમાં જતા લોકોનો પીછો કરતા હતા અને કાર જોડે અકસ્માત સર્જી ઝઘડો કરી અન્ય આરોપી કાચ તોડી રોકડ રકમ ભરેલી બેગની ઉઠાંતરી કરી લેતા હતા.

Most Popular

To Top