Entertainment

છાતીમાં દુખાવો થતાં KRKને હોસ્પિટલમાં દાખલ કરાયા

અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કમાલ રાશિદ ખાન (Kamal Rashid Khan) ઉર્ફે કેઆરકે (KRK) સંબંધિત એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેઓની મંગળવારે વાંધાજનક ટ્વીટ પોસ્ટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. KRKને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ મુંબઈની (Mumbai) શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે વિવાદાસ્પદ ટ્વીટ (Tweet) કેસમાં સવારે પોલીસે કેઆરકેની એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી.

  • ફિલ્મ સમીક્ષક કમાલ રાશિદ ખાન ઉર્ફે કેઆરકેની મંગળવારે વાંધાજનક ટ્વીટ પોસ્ટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી
  • સવારે દુબઈથી આવ્યા બાદ મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી
  • KRKને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ મુંબઈની શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

એક અધિકારીના જણાવ્યા અનુસાર કેઆરકેની આજે સવારે દુબઈથી આવ્યા બાદ મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ પોલીસ દ્વારા તેમને બોરીવલીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયા હતા. આ દરમિયાન પોલીસે તેમને તપાસ માટે ચાર દિવસની કસ્ટડી આપવાની વિનંતી કરી હતી. પરંતુ કોર્ટે આ વિનંતીને ફગાવી દીધી હતી અને KRKને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.

KRK વિરુદ્ધ 2020 માં ભારતીય દંડ સંહિતાની કલમ 153 (હુલ્લડો કરાવવાના ઈરાદા સાથે ઉશ્કેરણી) અને કલમ 500 (બદનક્ષી માટે સજા) માટે માહિતી ટેકનોલોજી અધિનિયમની જોગવાઈઓ હેઠળ FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં KRK વિરુદ્ધ પહેલો ‘લુકઆઉટ સર્ક્યુલર’ પણ જારી કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં કેઆરકેએ બોલિવૂડના બે દિવંગત અભિનેતા ઈરફાન ખાન અને ઋષિ કપૂર પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ જ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. કેસમાં KRK વતી તેમના વકીલે આજે જામીન માટે અરજી કરી હતી જેની સુનાવણી હવે 2 સપ્ટેમ્બરે થશે. જોકે આ દરમ્યાન તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જેથી તેમને મુંબઈની શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top