Top News

More Posts

   The Latest

Most Popular

ઘેજ : ચીખલી તાલુકાના (Chikhli Taluka) સુરખાઈમાં (Surkhai ) રાત્રિ દરમ્યાન મોબાઈલની દુકાનમાં(Mobile shop) ચોરી (Stealing) કરવા જતા બેને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસને (police) સોંપ્યા હતા.માલિકે શટર ખોલતા બને યુવકો દુકાનમાં જ છુપાયેલા હતા.

દુકાનમાં કોઈક ઘૂસ્યાની ગંધ લોકોને આવી ગઈ
પ્રાપ્ત વિગત મુજબ ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ ઉપર સુરખાઈ સર્કલ પાસે આવેલી મોબાઈલ ફોન, એસએસસી સહિતની ચીજવસ્તુઓની મારૂતિ ટેલિકોમ નામની દુકાનમાં છતના પતરા તોડી બે યુવાનો દુકાનમાં પ્રવેશતા જેની ગંધ કેટલાક લોકોને આવી જતા લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. જેની જાણ દુકાનના માલિક સુરેશ પરમારને કરતા તેઓ પણ ઘસી આવી દુકાનનું શટર ખોલતા બે યુવાનો દુકાનમાં છૂપાયેલી સ્થિતિમાં મળી આવતા તેઓને ઝડપી લીધા હતા.

  • છતના પતરા તોડી બે યુવાનો દુકાનમાં પ્રવેશયા
  • દુકાનનું શટર ખોલતા બે યુવાનો દુકાનમાં છૂપાયેલી સ્થિતિમાં હતા
  • યુવાનોને સ્થાનિકોએ ઝડપી પોલીસને સોંપ્યા

ચોરોએ દુકાનનો માલ સમાન વિખેરી નાખ્યો
યુવાનોએ દુકાનમાં ગોઠવેલા સીસીટીવી કેમેરા તોડી, છતના પીઓપીને પણ નુકશાન પહોંચાડી સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો. આ અંગેની જાણ કરાતા પોલીસે બંને યુવાનોનો ઉધડો લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. બંને યુવાનો સગીર હોવા સાથે રાનકૂવા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આ અંગે પોલીસ ચોપડે કોઈ ગુનો નોંધાયો ન હતો.

To Top