Dakshin Gujarat

માણસાથી 11 લાખની પાઈપો મંગાવી છેતરપિંડી કરનાર વેલંજાથી પકડાયો

કામરેજ: વર્ષ-2021માં તાપી જિલ્લાના નિઝર ખાતે સુવીધિ એગ્રોટેકના ગોડાઉન ખાતે પ્રવીણ ઉર્ફે પીન્ટુ મનસુખ ગજેરાએ જઈ પોતે ઈરિગેશન સિસ્ટમની પાઈપોના એજન્ટ (Agent) તરીકે કામ કરતો હોવાનું કહી તમારી કંપનીનો (Company) માલ સારો વેચીશ તેમ કહી ગાંધીનગરના (Gandhinagar) માણસાના લીબોદરા ખાતે આવેલી અર્થ ઈરિગેશન કંપનીની મુલાકાત કરી થોડા સમય બાદ ફોન (Phone) પર ખેતીમાં ટપક પદ્ધતિમાં વપરાતી ડ્રીપ ઈરિગેશનની પાઈપો 2 લાખ મીટર, કિંમત 11,12,000 રૂપિયાની નર્મદાના નાંદોદ ગામે પાઈપનો માલ મંગાવીને ટેમ્પોના ડ્રાઈવરને ભાડાના 11,000 રૂપિયા આપી ટેમ્પોના ડ્રાઈવરને મોકલી આપી રૂપિયા ન આપી વેપારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આથી માણસા પોલીસ મખતમાં ફરિયાદ નોંધાવાઈ હતી. દરમિયાન સુરત જિલ્લા એસઓજીને બાતમી મળતાં કામરેજના વેલંજા ગામે રંગોલી ચોકડી પાસેથી આરોપી પ્રવીણ ગજેરાની ધરપકડ કરી પૂછપરછ કરતા માલ કિશોર વધાસીયાને આપ્યો હતો. જેમાં કિશોરે 20000 રૂપિયા આપ્યા હતા. બાકીના માલ વેચાઈ ગયા બાદ આપવાના હોવાનું જણાવ્યું હતું. પોલીસે કિશોરને વોન્ટેડ જાહેર કર્યો હતો.

કામરેજના ચાર ગામમાંથી લાખોની કિંમતના એગ્રિકલ્ચરના મીટર કેબલ ચોરાયા
કામરેજ : કામરેજના ચાર ગામ દક્ષિણ ગુજરાત કંપનીના એગ્રિકલ્ચર વિભાગની 11 કેવી લાઈનના 24,380 મીટર કિંમત રૂપિયા 6,57,385ના કેબલ ચોરાયા છે. આ ચોરોને અમદવાદ પોલીસે પકડી પાડ્યા છે. કોળી ભરથાણા ગામની હદમાં જોખા રોડ પર દેલાડ ફીડરના 1,11,043 રૂપિયાની કિંમતના 3920 મીટર વીજતારો, જીઓર ગામની હદમાં દેરોદ ડુંગરા રોડ પર ,53,415ની કિંમતના 5760 મીટર વીજતારો, ટીંબા ગામની હદમાં કયારી વગામાં 1,40,818ની કિંમતના 4500 મીટરના 55 એમ.એમના વીજતારો તેમજ 1,20,678ની કિંમતના 6000 મીટર 34 એમ.એમના વીજતારો તેમજ સેવણી ગામની હદમાં દેલાડ રોડ પર કાંસા વગામાંથી રૂપિયા 1,31,431ની કિંમતના 4200 મીટરના વીજતારોનો ચોરી થતાં કામરેજ પોલીસ મથકમાં ચાર અલગ ફરિયાદ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીએ નોંધાવી હતી. આ ચોરીના આરોપીને અમદાવાદ પોલીસે પકડી પણ પાડ્યા છે.

Most Popular

To Top