Top News

More Posts

   The Latest

Most Popular

સુરત (Surat): ઓલપાડના (Olpad) દેલાડ (Delad) ગામે સામાન્ય ઝઘડામાં યુવકને માર મારી રોકડ, મોબાઈલ અને બાઇકની લૂંટ ચલાવાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. મોઢું ધોતા સમયે પાણીના છાંટા ઉડતા થયેલી બબાલ લૂંટ સુધી પહોંચતા ચર્ચાનો વિષય બન્યો છે.

યુવક સાથે મારા મારી બાદ બાઇક લઈ ફરાર થતો લૂંટારું સીસીટીવી (CCTV ) કેમેરામાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં લૂંટારાથી બચવા યુવક જીવ બચાવી ભાગતો પણ નજરે પદે છે.

ગોવિદ (ભોગ બનનારનો ભાઈ) એ જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્ત રવિ બાલુ ગામીત (ઉ.વ.31, રહે વાવગામ દેસાઈ ફળિયું કામરેજ) ગુજરાત ગેસ કંપનીમાં લાઈનમેન તરીકે કામ કરે છે. ઘટના ગુરુવારની બપોરે બની હતી. રવિ કામ પરથી ઘરે આવી રહ્યો હતો. ત્યારે દેલાડ ગામ નજીક મોઢું ધોવા માટે ઉભો રહ્યો હતો.

તે દરમિયાન કેટલાક ઈસમો પર પાણી ઉડતા વાત ઝઘડા સુધી પહોંચી ગઈ હતી. એટલું જ નહીં પણ પરપ્રાંતિયો હુમલાખોરોએ રવિ પર ફટકા અને પેચિયા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. પોતાનો જીવ બચાવી રવિ ભાગી ગયો હતો. તેની સૂઝબૂઝ ને લઈ આજે એ જીવિત છે.

ગોવિંદે વધુમાં જણાવ્યું હતું કે હુમલાખોરો ઓરિસ્સાવાસી કે બિહારવાસીઓ હોવાનું અનુમાન છે. હુમલાખોરો રવિની બાઇક, રોકડ, અને મોબાઈલ ફોન લૂંટી ગયા છે. ઇજાગ્રસ્ત હાલતમાં રવિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જયાંથી હાલ એને સાસરી કામરેજમાં આરામ કરાવવામાં આવી રહ્યો છે. અમે ત્રણ ભાઈ અને માતા-પિતા છે. રવિ પરિણીત છે અને સયુક્ત પરિવારમાં રહે છે.

To Top