Dakshin Gujarat

ઉભરાટના દરિયામાં સુરતના બે યુવાનોનું ડૂબી જતા મોત

નવસારી: (Navsari) ઉભરાટ દરિયાના (Sea) પાણીમાં સુરતના બે યુવાનોનું ડૂબી જતા (Drown) મોત નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે (Police station) નોંધાયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરતના ચોર્યાસી તાલુકાના લીંબાયત મહાપ્રભુનગર સોસાયટીમાં વિજયભાઈ શિવશંકર યાદવ (ઉ.વ.આ. 22) અને અજય ભરથરી પ્રજાપતિ (ઉ.વ. 21) તેમના પરિવાર સાથે રહે છે. વિજય અને અજય ગત 30મીએ જલાલપોર તાલુકાના ઉભરાટ દરિયા કિનારે ફરવા માટે ગયા હતા. દરમિયાન તેઓ બંને દરિયાના પાણીમાં ન્હાવા પડયા હતા. ત્યારે વિજય અને અજય દરિયાના ઊંડા પાણીમાં ન્હાવા માટે જતા તેઓ બંને ડૂબવા લાગ્યા હતા.

જેથી તેઓએ બચાવો બચાવોની બુમો પાડતા દરિયા કિનારા પરના કેટલાક લોકો તેમને બચાવવા માટે પાણીમાં ઉતર્યા હતા. પરંતુ વિજય અને અજય ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. થોડા સમય બાદ વિજય અને અજયની લાશ મળી આવતા મરોલી પોલીસ મથકે જાણ કરાઈ હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જયારે પોલીસે રામચંદ્ર યાદવની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જન્મદિવસની ઉજવણી કરી ઘરે આવેલા અમરોલીના યુવકનું ત્રીજા માળેથી પટકાતાં મોત
સુરત: પરીવાર સાથે જમ્યાં બાદ પોતાના જન્મ દિવસની ઉજવણી કરીને ઘરે આવેલા અમરોલીના યુવકનું મધરાત્રે ત્રીજા માળેથી નીચે પટકાતાં મોત નિપજ્યું હતું. અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના વતની હર્ષદભાઈ છગનભાઈ (31 વર્ષ) હાલમાં અમરોલી વિસ્તારમાં આવેલી ગોપીનાથજી રેસીડેન્સીના ત્રીજા માળે પરિવાર સાથે રહેતો હતો. હર્ષદભાઈ રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. હર્ષદભાઈ બુધવારે રાત્રે કામ પરથી આવીને પરિવાર સાથે જમીને પોતાના જન્મદિવસની ઉજવણી કરવા માટે મિત્રો સાથે ફરવા ગયો હતો. હર્ષદભાઈ મધરાત્રે ઘરે આવ્યા બાદ રસોડામાં પાણી પીવા ગયો હતો તે દરમિયાન રસોડાની ગેલરીમાંથી નીચે પટકાતાં મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં અમરોલી પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવ કેવી રીતે બન્યો તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આમ જન્મ દિવસના રોજ જ યુવકનું મોત નિપજ્યું હતું.

Most Popular

To Top