SURAT

“થાય એ કરી લે”.. સીટી બસમાં ટિકિટ માંગનાર મહિલાને કન્ડક્ટરે લાફા મારી આંખ સુજાવી નાંખી

સુરત: લાલ દરવાજા અમરોલી વચ્ચે સીટી બસમાં (City bus) એક મહિલાએ ટિકિટના (Ticket) પૈસા આપી દીધા બાદ પણ ટિકિટ નહિ આપનાર કન્ડક્ટર (Conductor) આસે ટિકિટ માગતા રકઝક થયા બાદ મહિલાને અપમાનિત કરાય હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ તમામ મુસાફરોની વચ્ચે મહિલાને 3 લાફા મારી, થાય એ તોડી લેજો કહી ઉતારી દેવાયા હોવાનું સામે આવ્યું છે. પૂર્વ કોર્પોરેટર દિનેશભાઇ કાછડીયાએ જણાવ્યું હતું કે ઘટના ગુરૂલારે સવારની છે અને મહિલા એ મારી સાથે ફોન પર વાત કરી તમામ હકીકત જણાવી છે. બીઆરટીએસ બસ રૂટ નંબર 112 કતારગામ દરવાજાથી ત્રણ મહિલાઓ (સગી બહેનો) અમરોલી જવા માટે બસમાં બેઠા હતા.

દિનેશભાઇ કાછડીયા (પૂર્વ કોર્પોરેટર અને સામાજિક કાર્યકર્તા) એ જણાવ્યું હતું કે આ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય, જ્યા મહિલાઓની સુરક્ષાની મોટી મોટી વાતો કરાતી હોય એવા વિકાસશીલ શિખરો સર કરતા સુરતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે એનું આ ઉદાહરણ કહી શકાય છે. બીઆરટીએસ બસ રૂટ નંબર 112 કતારગામ દરવાજાથી ત્રણ મહિલાઓ અમરોલી જવા બસમાં બેઠી હતી. બસમાં મહિલા કંડકટરે ત્રણેય બહેનો પાસે પૈસા લઈ લીધા પણ ટિકિટ આપી ન હતી. થોડા સ્ટેશન ગયા બાદ ફરીવાર આ બહેનોએ ટિકિટ માગતા વાત ગાળા ગાળી પર આવી ગઈ હતી. મહિલા કંડકટર એ પોતાનો આપો ગુમાવી આ ત્રણેય બહેનો સાથે હાથ ચાલાકી પણ કરી હતી. ત્યારબાદ કહેવામાં આવ્યું ટિકિટ તો મળશે જ નહીં તારે જેને ફરિયાદ કરવી એને કર અને બે થી ત્રણ લાફા મારી દેવાયા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, એક બહેનના ચશ્મા તોડી નાખવામાં આવ્યા હતા. બસ આટલું જોયા બાદ ત્રણેય બહેનો હેબતાઈ ગઈ હતી. સ્ટેશન આવતા કશું પણ બોલ્યા વગર ઉતરી ગયા હતા. મહિલાઓ સાથે થયેલો દૂર વ્યવહાર અન્ય મુસાફરો હ
જોતા રહ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે આવા ડરને કારણે જ લોકો ટિકિટ માગતા ગભરાઈ છે. એટલું જ નહીં પણ આવું વારંવાર થતું આવ્યું છે છતાં કોઈ નક્કર પગલાં ભરાતા નથી. ઉપરાંત CT બસ ખોટમાં ચાલતી હોવાનું કહી દેવાય છે. સુરત મહાનગરપાલિકા ના જવાબદાર અધિકારીઓએ આ બાબતે તપાસ કરવી જોઈએ અને યોગ્ય પગલાં ભરવા જોઈએ, સુરતમાં મહિલાઓ સાથે આવું વર્તન ક્યારેય ચલાવી નહિ લેવાય, આ બાબતે પોલીસ કમિશનર ને લેખિતમાં ફરિયાદ કરવા સૂચન કર્યું છે. મહિલાની આખી ફરિયાદ મારી પાસે છે. હું આ બાબતે પાલિકા કમિશનર નું પણ ધ્યાન દોરવા માગું છું.

Most Popular

To Top