Charchapatra

ચંદ્રયાન-3ની ભીતરમાં

ચંદ્રયાન-3ની જબરદસ્ત સફળતા બાદ તેની ઉજવણી સુરત સહિત બધે જ થઈ. વૈજ્ઞાનિકોને અભિનંદનની વર્ષા પાઠવવામાં આવી. અંદરના વિરોધીઓ પણ અને બહારના વિરોધીઓ પણ આ સફળતા માટે એકમત થયા. હા, એકલદોકલ વ્યક્તિએ 60-70 વર્ષનો ઇતિહાસ ઉખાડી આ સફળતાનો શ્રેય જવાહરલાલ નહેરૂ સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો? ચંદ્રયાન-3ની ભીતરમાં ચંદ્રયાન-3ની ડિઝાઈન બનાવવામાં સુરતના મિતુલ ત્રિવેદીનું નામ જોરશોરથી ઉછળ્યું અને તે હજુ રહસ્યમય બની રહેલ છે. ત્યારે, સુરતના રહેવાસીઓમાં મારા ભાઈએ ચંદ્રયાન-2માં આ કામ કર્યું અને મારી બહેને ચંદ્રયાન-3માં આ કામ કર્યું કહેતાં ફરતાં લોકોની કમી સુરતમાં નથી. આ રીતે (મિતુલ ત્રિવેદી) નામ કમાનાર ખરેખર તો સાયકો (માનસિક રીતે નાદુરસ્ત) હોય છે. તેઓની માનસિક સારવાર થવી રહી.હાલમાં 600 કરોડમાં થયેલ આ કામ તેમના સમયમાં થયું હોત તો 6 હજાર કરોડ થયા હોત, બાકીના નાણાં વિદેશ પહોંચી જતે તે પણ જવાહરલાલ નહેરૂના ચાહકોએ માનવું રહ્યું.
સુરત     – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top