Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: વડોદરાના (Vadodara) યુવકે સુરતમાં (Surat) ડભોલી જહાંગીરપુરા બ્રિજ પરથી તાપીમાં (Tapi) છલાંગ મારી મોતને વ્હાલું કરી લેતા ચર્ચાનો વિષય બન્યો હતો. એટલું જ નહીં પણ મરનાર રાજેશકુમાર ખાનગી હોસ્પિટલમાં કપાઉન્ડર તરીકે કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. લવ મેરેજ (Love Marriage) કર્યા બાદ વારંવાર પત્ની સાથે થતા ઝગડા આપઘાતનું કારણ હોય શકે એવી આશકા વ્યક્ત કરાઈ રહી છે. રાજેશકુમારે 3 દીકરીઓ ની માતા સાથે લવ મેરેજ કરી પોતાનો સંસાર માંડ્યો હતો.

જહાંગીરપુરા પોલીસે જણાવ્યું હતું કે, ડભોલી-જહાંગીરપુરા બ્રીજ પરથી મોત નો કૂદડો મરનાર યુવકનો મૃતદેહ મળી આવતા તપાસ શરૂ કરાઇ હતી. મરનાર રાજેશકુમાર જ્યોતિલાલ પરમાર હોવાનું અને વડોદરા રહેતા હોવાનું બહાર આવ્યું હતું. પત્ની સાથે ઝગડો થયા બાદ પત્ની ઘર છોડી ચાલી જતા રાજેશ સુરત મોરાભાગળ પિતરાઈ ભાઇ પાસે આવી ગયો હતો. આખી રાત ભાઈ સાથે વિતાવ્યા બાદ ભાઈને ઊંઘમાં છોડી રાજેશ ઘર બહાર ચાલી ગયા બાદ ગુમ હતો.

બ્રિજેશ (પિતરાઈ ભાઈ) એ જણાવ્યું હતું કે રાજેશે લવ મેરેજ કર્યા હતા એ પણ 3 બાળકોની માતા સાથે, એટલું જ નહીં પણ હાલ રાજેશની પત્નીને 6 માસનો ગર્ભ છે. વારંવાર પારિવારિક ઝઘડા ને કારણે પત્ની ઘર છોડી ચાલી જતા અને ફોન પણ નહીં ઉપાડતા રાજેશ માનસિક તણાવમાં સુરત આવી ગયો હતો. રાજેશની ભાઈ-ભાભી, માતા-પિતા પણ છે. આપઘાત કરવા પાછળ નું હાલ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જહાંગીરપુરા પોલીસ કરી રહી છે.

To Top