SURAT

પાલની લા વિક્ટોરીયા હોટલના રૂમમાંથી જુગાર રમતા 7 વેપારી પકડાયા, 2.14 લાખનો મુદ્દામાલ કબજે

સુરત: પાલ વિસ્તારની એક હોટલના (Hotel) રૂમમાં જુગાર રમતા 7 ને પોલીસે રોકડા રૂપિયા સહિત 2.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જુગાર રમતા ઝડપાયેલા તમામ વેપારીઓ (Businessman) હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ હોટેલ રજીસ્ટર કરાયું હોવાની ઝેરોક્ષ પણ કબજે લેવાય હોવાનું પોલીસે (Police) જણાવ્યું છે.

પીસીબીએ જણાવ્યું હતું કે બાતમી આધારે પાલ ગેલેક્સી સર્કલ પાસે આવલા લા વિક્ટોરીયા કોમ્પલેક્ષના બીજા માળે આવેલી લા વિક્ટોરીયા બેન્કવેટ એન્ડ રૂમ નામની હોટલના રૂમ નં. 201 મા જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી બાદ પોલીસે રેડ પાડી હતી. જેમાં (1) નીલેશ ઘનશ્યામદાસ જીવનાણી ઉ.વ/40 ધંધો.ટેક્ષટાઇલ દલાલી રહે.ફ્લેટ નં.ઇ/704, સ્તુતી આઇકોન, કેનાલ રોડ, પાલનપુર જકાતનાકા, અડાજણ, સુરત શહેર (2) કિશોર આનંદરામ ટીલવાણી ઉ.વ. 39 ધંધો.લેડીસ ગારમેન્ટ રહે.ફ્લેટ નં.એફ/603, નક્ષત્ર સોલીટર, પાલનપુર કેનાલ રોડ, રાંદેર, સુરત શહેર (3) ચંદુભાઇ લક્ષ્મણદાસ લાખાણી ઉ.વ. 42 ધંધો.ટોબેકો વેચાણ રહે.ફ્લેટ નં.6, વિશાલ એપાર્ટમેન્ટ, દિનદયાળ સોસાયટી, રાંદેર, સુરત શહેર (4) ગોપીભાઇ થાવરદાસ લુલા ઉ.વ 45 ધંધો.નોકરી રહે.ફ્લેટ નં,બી/04/501, મેઘમલ્હાર એપામેન્ટ, આનંદ મહેલ રોડ, અડાજણ, સુરત શહેર (5) મુરલીભાઇ સંતોમલ મુળચંદાની ઉ.વ 43 ધંધો.ટેક્ષટાઇલ રહે.ફ્લેટ નં.ડી/603, રૂતવન એપાર્ટમેન્ટ, ગંગેશ્વર મહાદેવ મંદીર પાસે, અડાજણ, સુરત શહેર (6) જીતેન્દ્ર સંતોમલ મુળચંદાની ઉ.વ 47 ધંધો.કાપડ દલાલી રહે.ફ્લેટ નં.એ/403, રૂતવન એપાર્ટમેન્ટ, ગંગેશ્વર મહાદેવ મંદીર પાસે અડાજણ, સુરત (7) સુનીલકુમાર ચેનમલ દરીયાણી ઉ.વ 43 ધંધો.કાપડનો રહે.ફ્લેટ નં.બી/103, ઓમાકાર રેસીડન્સી, પાલનપુર જકાતનાકા, અડાજણ, સુરત ની ધરપકડ કરવામાં આવી હતી. આ રેડમાં તમામ ગંજીપાના વતી રૂપીયા પૈસાનો હારજીતનો અંદર બહારનો ફટકીનો જુગાર રમતા અને રમાડતા પકડાય ગયા હતા.

વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂ. 85240 તથા દાવના રોકડા રૂ. 15000 મળી કુલ રોકડા 1,00240 તથા અંગ ઝડતીના મોબાઇલ રૂ 1.40 લાખની કિંમતના 7 મોબાઇલ ફોન તથા ગંજી પાના, હોટલ રજીસ્ટરની ઝેરોક્ષ, લાઈટ બિલ મળી કુલ રૂ. 2,14,240 ની મત્તાના મુદ્દામાલ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top