Entertainment

મમતા બેનર્જી અમિતાભ બચ્ચનને રાખડી બાંધવા ‘જલસા’ પહોંચી

મુંબઇ: પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamta Benerjee) બુધવારે I.N.D.I.A ગઠબંધનની (Opposition parties) ત્રીજી બેઠક (Meeting) માટે મુંબઈ પહોંચ્યા હતા. મીટિંગ પહેલા મમતાએ મહાન અભિનેતા અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) તેમના ઘર જલસામાં મળવા માટે સમય કાઢ્યો હતો. જો કે 80 વર્ષીય અભિનેતાએ રક્ષાબંધનના અવસર પર મમતા બેનર્જીને તેમના ઘરે ચા માટે આમંત્રણ આપ્યું હતું.

આજે વહેલી સવારે મમતા બેનર્જી મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા જ્યાં આદિત્ય ઠાકરેએ તેમનું સ્વાગત કર્યું હતું. અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સાથે સારા સંબંધો ધરાવે છે. ગયા વર્ષે, અમિતાભ બચ્ચન કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (KIIF) ના ઉદઘાટન સમારોહમાં પણ હાજરી આપી હતી, જ્યાં મમતાએ પણ ભારત રત્ન માટે તેમના નામની હિમાયત કરી હતી.

જે વીડિયો સામે આવ્યો છે તેમાં મમતા બેનર્જીનું વાહન ભારે કાફલા સાથે અમિતાભ બચ્ચનના જલસા ઘરની અંદર જતું જોવા મળે છે. આ વીડિયોમાં મમતા બેનર્જી આગળની સીટ પર બેઠેલી જોવા મળી રહી છે. અનેક આમંત્રણો મળ્યા બાદ મમતા બેનર્જી આ વખતે પોતાના માનેલા ભાઈ અમિતાભને રાખડી બાંધવા આવી છે. અમિતાભ હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ની 15મી સીઝનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં જોઇએ તો તેઓ છેલ્લે અનુપમ ખેર અને બોમન ઈરાની સાથે સૂરજ બડજાત્યાની ઉંચાઈમાં જોવા મળ્યા હતા. તેમજ તેમની પાસે ટાઇગર શ્રોફની ગણપથ, કલ્કી 2898 એડી અને શાહરૂખ ખાન સાથેની એક ફિલ્મ છે.

વિપક્ષી ગઠબંધન I.N.D.I.A દ્વારા આ બેઠક મુંબઈમાં યોજાશે. તૈયારીઓને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિપક્ષી ગઠબંધનની આગામી બેઠકની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક 31મી ઓગસ્ટ અને 1લી સપ્ટેમ્બરે મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં યોજાશે તેવું નક્કી કરાયું હતું. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે 31 ઓગસ્ટની રાત્રે મહાગઠબંધનમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ માટે ડિનરનું આયોજન કરશે. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે બેઠક બાદ આ માહિતી આપી હતી.

Most Popular

To Top