Entertainment

શાહરૂખની અપકમિંગ ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર રિલિઝ થતાં જ વાયરલ થયું

મુંબઈ(Mumbai): બોલિવુડના (Bollywood) બાદશાહ શાહરૂખ ખાનની (ShahRukhKhan) આગામી ફિલ્મ ‘જવાન’નું (JAWAN) આજે ઓફિશિયલ ટ્રેલર (Trailer) રિલિઝ થયું છે. આ ફિલ્મને સાઉથના દિગ્દર્શક એટલીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં શાહરૂખ સાથે સાઉથની એક્ટ્રેસ નયનતારા (NayanThara) ઉપરાંત વિજય સેતુપતિ (VijaySethupati), દિપીકા પદૂકોણ (DeepikaPadukone), સાન્યા મલ્હોત્રા (SanyaMalhotra), પ્રિયામણી (PriyaMani) જેવા કલાકારો દેખાશે. આજે ફિલ્મનું ટ્રેલર રિલિઝ થવાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું હતું.

જવાન ફિલ્મના એક્શન પેક્ડ પ્રિવ્યૂની પહેલી ઝલકથી જ દર્શકો રોમાંચિત થઈ ઉઠ્યા હતા ત્યાં હવે ફિલ્મના ટ્રેલરે ધમાલ મચાવી દીધી છે. રોમાંચક એક્શન દ્રશ્યો સાથે શાહરૂખ ખાનનો મેગ્નેટિક ચાર્મ ટ્રેલરમાં જોવા મળે છે. જવાનનું ટ્રેલર એક્શન, એડવેન્ચર અને દિલધડક રોમાંચથી ભરપૂર છે. ટ્રેલર પરથી એ સ્પષ્ટ થાય છે કે શાહરૂખ ફિલ્મમાં પિતા-પુત્રની ભુમિકામાં જોવા મળશે, જેમાં દીકરો તેના પિતા અને તેના લોકો સાથે થયેલા અન્યાયનો બદલો લેતો જોવા મળશે.
આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે થિયેટરોમાં રજૂ થશે.

જવાનના ટ્રેલર રિલીઝ પહેલા શાહરૂખ ખાન વૈષ્ણોદેવીના દર્શન કર્યા
આજે ગુરુવારે જવાનનું ટ્રેલર ઓનલાઈન રિલિઝ થયુંં તે અગાઉ શાહરૂખ ખાન માતા વૈષ્ણોવદેવીના દર્શને ગયો હતો. શાહરૂખ ખાને માતા વૈષ્ણોની મુલાકાત લીધી હતી. શાહરૂખ ખાનનો માતા વૈષ્ણો દર્શનનો વીડિયો ટ્વિટર પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે. સામે આવેલા આ વીડિયોમાં શાહરૂખ ખાન અંધારામાં વૈષ્ણો દેવી પર ચડતા જોવા મળી રહ્યા છે. તેમની ટીમ અને સુરક્ષા તેમની સાથે જોવા મળે છે. વીડિયોમાં શાહરૂખ ખાન માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે. તેમણે વાદળી રંગની હૂડી પહેરી છે. અભિનેતાએ માસ્કથી પોતાનો ચહેરો ઢાંક્યો છે. વીડિયોમાં તે ઝડપથી મંદિર તરફ જતા જોવા મળી રહ્યા છે.

શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જવાન’ 7 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ રીલિઝ પહેલા જ શાહરૂખ આશીર્વાદ લેવા વૈષ્ણોદેવી પહોંચી ગયા હતા. ફિલ્મના ઘણા ધમાકેદાર ગીતો પણ આવ્યા છે, જેને લોકો પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત સાઉથની અભિનેત્રી નયનતારા પણ જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણનો પણ એક કેમિયો છે. આ સિવાય વિજય સેતુપતિ નેગેટિવ રોલમાં જોવા મળશે.

Most Popular

To Top