Top News

More Posts

   The Latest

Most Popular

સુરત(Surat): વેસુ અલથાણ-કેનાલ રોડ ઉપર આવેલી સનગ્રેસ હોસ્પિટલ (Sungrace Hospital) પાસેની ટાઈમ વર્લ્ડ (Time World) કોમર્શીયલ બિલ્ડીંગની લિફ્ટમાં (Lift) 10થી વધુ લોકો ફસાઈ જતા ફાયર (Fire) વિભાગના જવાનોએ દીવાલ તોડી લિફ્ટનું પતરું કાપી તમામને બહાર કાઢ્યા હતા. વહેલી પરોઢે બનેલી આ ઘટનાની જાણ બાદ ફાયરનો રેસ્ક્યુ (Rescue) જોવા લોકોની ભીડ ઉમટી પડી હતી.

લોકોએ ફાયરનું લાઈવ રેસ્ક્યુ ઓપરેશન જોઈ ભરપેટ પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો. લિફ્ટનો વપરાશ હોસ્પિટલ માટે જ કરાતો હતો અને લિફ્ટ ખોટકાઈ હોવાની જાણ બાદ હોસ્પિટલના સંચાલક દ્વારા લિફ્ટ કંપનીના ટેકનીશીયનને બોલાવી લેવામાં આવ્યો હતો. જોકે લિફ્ટ ખોલવામાં સફળતા નહીં મળતા ફાયરની મદદ લેવામાં આવી હતી.

ફાયર કટ્રોલ વિભાગે જણાવ્યું હતું કે ઘટના વહેલી સવારની 3:30 ની હતી. વેસુ સનગ્રેસ હોસ્પિટલ, ટાઈમ વર્લ્ડ કોમર્શીયલ બિલ્ડીંગમાં હોસ્પિટલની લિફ્ટમાં 10 માણસો ફસાયા હોવાની જાણ બાદ તાત્કાલિક વેસુ ફાયર સ્ટેશનના અધિકારીઓને સ્થળ પર રવાના કરાયા હતા.

ફસાયેલાઓના નામ

  • (1) સંદીપ સુરેશ પાટીલ (ઉ.વ.-32)
  • (2) હિતેન્દ્ર સદામ કોરી (ઉ.વ.-34)
  • (3) અજય પવાર- (ઉ.વ.-31)
  • (4) યોગેશ કોરી (ઉ.વ. 34)
  • (5) પ પાટીલ (ઉ.વ. 34)
  • (6) લક્ષ્મણ કૌરી (ઉ.વ. 25)
  • (7) દિપક પાટીલ (ઉ.વ. 34)
  • (8) યોગેશ દુષા (ઉ.વ. 34)
  • (9) બાબુભાઈ કુરેશન (ઉ.વ. 36)
  • (10) શાંતિલાલ મહાજન (ઉ.વ. 38)

પ્રકાશ પટેલ (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે, ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા પહેલા અને બીજા માળ વચ્ચે લિફ્ટ ફસાઈ ગઈ હતી. જેમાં 10 માણસો હતા. આ લિફ્ટનો ઉપયોગ ત્રીજા માળે આવેલી સનગ્રેસ હોસ્પિટલ માટે કરાતો હતો. પહેલા તથા બીજા માળે દુકાનો આવેલી છે જ્યાં પણ ફક્ત હોસ્પિટલ માટે જ આ લિફ્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો.

લિફ્ટ ખોટકાઈ હોવાની જાણ બાદ હોસ્પિટલના સંચાલકોએ લિફ્ટ કંપનીના ટેકનિશીયનને પણ બોલાવ્યો હતો. લગભગ અડધા કલાક સુધી લિફ્ટ ઉપર લાવવા અને ખોલવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ લિફ્ટ નહીં ખુલતા આખરે ફાયર બ્રિગેડની મદદ માંગવામાં આવી હતી. ફાયરના જવાનોએ મહામુસીબતે પહેલા અને બીજા માળે વચ્ચે આવેલી કોંક્રીટ દીવાલને તોડી લિફ્ટનું પતરું કાપી 10 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢયા હતા. આ રેસ્ક્યુ ઓપરેશનમાં 2 કલાક લાગ્યા હતા.

To Top