Vadodara

કોર્પોરેશને પાંચ ગેરકાયદે ઢોરવાડા તોડયા: શહેરમા જૈસે થે…

વડોદરા : શહેરમા હજુ પણ ઘણા વિસ્તારોમા ગેરકાદેસર ઢોરવાડા જોવા મળે છે પરંતુ પાલિકા વ્હાલા દવલા ની નીતિ રાખી ને ઢોરવાડા તોડતા હોવાનું બહાર આવ્યું છે. શહેર ના ગોત્રી વિસ્તાર મા આવાજ ઢોરવાડા હજુ અડીખમ ઉભા છે. સેવાસી પ્રિયા સિનેમા કેનાલ રોડ પર આવોજ એક વિશાળ ઢોરવાડો જોવા મળે છે. જે ઢોર વાડાએ રોડ પર પણ કબજો જમાવી દીધો છે પરંતુ આ ઢોરવાડો કોની મહેબાની થી તોડાતો નથી એ સવાલ નાગરિકો મા ચર્ચા નો વિષય બન્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં લાંબા સમય બાદ પૂર્વ વિસ્તારમાં સવારે બૂલડોઝર સાથે ત્રાટકી પાંચ ગેરકાયદે ઢોરવાડા તોડી પાડયા હતા.

અગાઉ કોર્પોરેશને ગેરકાયદે ઢોરવાડા તોડી પાડવાનું અભિયાન હાથ ધર્યું હતું અને વિવિધ વિસ્તારોમાં સપાટો બોલાવીને ઢોરવાડા તોડી પાડયા હતા. લગભગ ૧૮૫ ઢોરવાડાને નોટિસ આપી હતી અને ૪૬ જેટલા તોડી પાડયા હતા. ૩૩ ઢોરવાડાના ડ્રેનેજ અને પાણીના જોડાણો કાપી નાખ્યા હતા, અને ગેરકાયદે ઢોરવાડા બાંધવા બદલ નોટિસો ફટકારી હતી. જ્યારે ડ્રેનેજ, પાણીના કનેકશન કાપવા ૮૨૧ ને વોર્નિંગ આપી હતી.

નાની બાપોદ, ગાયત્રી મંદિર પાસે, ટીપી- ૪૩ માં કે જ્યાં ટીપી રોડ હતો અને ઓપન સ્પેશ હતી, તે બંધ કરીને દીવાલ, પતરાનીઆડશો મૂકી ગેરકાયદે પાંચ ઢોરવાડા ઊભા કરી દેવાયા હતા. આ દબાણ હટાવી જમીન અને રોડ ખુલ્લા કરવામાં આવ્યા હતા. હવે વોર્ડ સ્તરેથી નોટિસ પાઠવવાની કામગીરી હાથ ધરાશે, અને ઓપન સ્પેશ અંગે સર્વે કરાશે, તેમ જાણવા મળ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા રખડતા ઢોરોને લઈને કોમન ગાઈડલાઈન તાજેતરમાં જારી કરી છે, જેમાં ગોપાલકો માટે રખડતાં ઢોરોનું રજિસ્ટ્રેશન કરાવી લાયસન્સ લઈ લેવા જણાવાયું છે. ઢોરોને ફરજિયાત ચીપ મૂકાવવા અને ટેગિંગ કરાવવા પણ કહ્યું છે.

પશુઓને રખડતા મુકનાર બે પશુપાલકો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી
શહેરમાં ઠેર ઠેર જાહેર માર્ગ ઉપર રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. તેમાય પશુઓને રસ્તા ઉપર દોડાવી અકસ્માતને નોતરૂ આપતા પશુપાલકો સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગધેડા, ઘોડા, ગાય સહિત 14 પશુઓને રસ્તે રખડતા મુકનાર પશુપાલકો સામે પાલિકાએ લાલઆંખ કરી ફોજદારી કાર્યવાહી હાથ ધરતા પોલીસે બે પશુપાલકોની અટકાયત કરી હતી કોર્પોરેશનની દબાણ શાખા ટીમના સુપરવાઇઝરે ફરિયાદ નોંધાવી હતી કે, છાણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી રખડતા પશુઓને પકડી ખાસવાડી ઢોર ડબ્બા ખાતે રાખવામાં આવ્યા હતા. 12 ગધેડા તથા એક ઘોડો સહિત 13 પશુઓના માલિક અજય સોમાભાઈ ઓડ (રહે -ઓડફળિયુ, છાણી ગામ) હોવાની વિગતો સપાટી પર આવી હતી. તેવી જ રીતે 25 ઓગસ્ટના રોજ સમા તળાવ પાસેથી પાલિકાની ટીમે એક ગાય ઝડપી પાડી હતી. જેના માલિક ગગજી ઝાલાભાઇ ભરવાડ (રહે- ભરવાડ વાસ, વેમાલી ગામ) હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે બંને પશુપાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Most Popular

To Top