SURAT

મોટા વરાછામાં બેઠાં બેઠાં અમેરિકાના નાગરિકો પાસેથી ડોલર પડાવી લેતાં 5 ઈસમો પકડાયા

સુરત(Surat): મોટા વરાછા (Mota Varacha) ખાતે કોલ સેન્ટર (Call Center) શરૂ કરી માત્ર અમેરિકન નાગરિકોને (American Citizen) લોનના (Loan) બહાને ટાર્ગેટ કરી તેમની પાસેથી ડોલર (Dollar) પડાવતા કોલ સેન્ટરને ઉત્રાણ પોલીસે ઝડપી પાડ્યું છે. જ્યાં 5 આરોપીઓની ધરપકડ (Arrest) કરી કુલ 2.26 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.

  • ભારતીય કરન્સીમાં નાણા આંગડિયા દ્વારા મેળવતા હતા
  • લોન મંજૂર કરવાના બહાને અમેરિકન નાગરિકો પાસેથી ડોલરમાં પૈસા પડાવી ઓનલાઇન છેતરપિંડી કરતી ટોળકી પકડાઈ
  • અમેરિકન નાગરિકો પાસેથી ગીફટ કાર્ડ ખરીદ કરાવડાવી 50 થી 500 ડોલર ફીઝ

ઉત્રાણ પોલીસની ટીમને મોટા વરાછા ખાતે ગોપીનાથ સોસાયટી 02 માં કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ઉચ્ચ અધિકારીઓની સૂચના અને ઉત્રાણ પીઆઈ એ.ડી.મહંતના માર્ગદર્શનમાં પોલીસની ટીમે રેઈડ કરી હતી. જ્યાં ગુજરાત તથા બહારના રાજયોના આરોપીઓ અંકિત ઉર્ફે ગ્રીન જીતુભાઇ ભુવા, આશિષ ઉર્ફે રોન રાજકુમાર ઇરાસ્ટસ, રાહુલ ઉર્ફે ડેવીડ ઉર્ફે જોન રાધાકૃષ્ણ નાયક, ચિરાગ હસમુખભાઇ સોજીત્રાને કોલર તરીકે રાખ્યા હતા.

અમેરીકાના નાગરીકોને ઓટો કોલર ડાયલરથી સંપર્ક કરી, અમેરીકાના લોન એજન્ટના નામે ઓટો કોલર ડાયલરથી અમેરીકન નાગરીકોનો સંપર્ક કરતા હતા. અને તૈયાર કરેલી સ્ક્રીપ્ટ મુજબ અમેરીકન નાગરીકોને લોન આપવાના બહાને માહીતી મેળવી વિશ્વાસમાં લેતા હતા.

તેમને લોન મંજુર કરાવી આપવાના બહાને લોન સમસ્યાના કારણોના નિરાકરણ પેટે ફી આપવી પડશે તેમ કહેતા હતા. અને નાગરીકો પાસેથી ગીફટ કાર્ડ ખરીદી કરાવડાવી 50 થી 500 ડોલર ફીઝ આપવાનું કહેતા હતા. અમેરીકન નાગરીકો પાસેથી ફોન ઉપર ગીફટ કાર્ડના સિરિયલ નંબર તેમજ પીન નંબર મેળવી જે ડીટેઇલ્સ કમિશન ઉપર વેન્ડરોને આપી ઇન્ડીયન કરન્સીમાં નાણાં આંગડીયા મારફતે મેળવતા હતા.

કોલ સેન્ટરમાં છેલ્લા છ માસમાં અમેરીકન નાગરીકો પાસેથી લાખો રૂપિયાની ઠગાઇ કરી છે. પોલીસે રેઈડ કરીને 39 હજાર રોકડ, 5 મોબાઈલ ફોન, 4 કોમ્પ્યુટર મળીને કુલ 2.26 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.

પકડાયેલા આરોપીઓ

  • જયદિપ ઉર્ફે કેવીન ખોડાભાઇ ગોટી (ઉ.વ.૨૯, ધંધો ઓનલાઇન કોલીંગ, રહે. સારથી સ્કાય, મોટા વરાછા)ૉ
  • અંકિત ઉર્ફે ગ્રીન જીતુભાઇ ભુવા (ઉ.વ.૨૩, ધંધો.ઓનલાઇન કોલીંગ, રહે. હેમકુંજ સોસાયટી, વરાછા)
  • આશિષ ઉર્ફે રોન રાજકુમાર ઇરાસ્ટસ (ઉ.વ.૩૩, ધંધો.ઓન લાઇનનો, રહે. ગોપીનાથ સોસાયટી વિભાગ- ૨, મોટા વરાછા)
  • રાહુલ ઉર્ફે ડેવીડ ઉર્ફે જોન રાધાકૃષ્ણ નાયક (ઉ.વ.૨૯ ધંધો.ઓન લાઇનનો, રહે. પ્રિયંકા ઇન્ટરસીટી, મગોબ)
  • ચિરાગ હસમુખભાઇ સોજીત્રા (ઉ.વ.૨૨, ધંધો.વેપાર, રહે. રામવાટીકા સોસાયટી, વેલેંજાગામ, તા.કામરેજ તથા મુળ જી.ધારી, જી.અમરેલી)

ડાર્કનેટ અને ટેલીગ્રામમાંથી સંપર્ક કરી ડેટા વેચાણથી લેતો
મુખ્ય સુત્રધાર ડાર્કનેટ, ટેલીગ્રામમાંથી બનેલા ગ્રુપનો સભ્ય બની અમેરીકન નાગરીકોના પર્સનલ ડેટા મેળવી આપે તેવા વ્યાક્તિઓને શોધતો હતો. અને તેમની પાસે વોટ્સએપ કે અન્ય રીતે નેટ દ્વારા સંપર્કમા આવી આવા ડેટા વેચાણથી લેતો હતો. અમેરીકન ભાષા બોલી શકે તેવા માહીર માણસોને ટેલીકોલર તરીકે રાખતો હતો.

તેને મોટાવરાછા વિસ્તારમાં મકાન ભાડે રાખી તેમા હાઇસ્પીડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી ગેરેકાયદેસર કોલ સેન્ટર શરૂ કર્યું હતું. અમેરીકાના દિવસના સમય પ્રમાણે અહીયાના રાત્રીના સમયે કોલ સેન્ટર ચલાવી અમેરીકાના નાગરીકોને ઓટો કોલર ડાયલરથી સંપર્ક કરતો હતો.

Most Popular

To Top